કોમોડિટી વાયદાઓમાં રૂ. 11905.84 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 55580.56 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9210.11 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22132 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 67486.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 11905.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 55580.56 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22132 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 874.11 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9210.11 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96020ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96741 અને નીચામાં રૂ. 95834ના મથાળે અથડાઈ, રૂ. 96168ના આગલા બંધ સામે રૂ. 2 ઘટી રૂ. 96166ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ. 37 ઘટી રૂ. 77434ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ. 2 ઘટી રૂ. 9703ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 22 વધી રૂ. 96175ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96928 અને નીચામાં રૂ. 96057ના સ્તરને સ્પર્શી, રૂ. 96401ના આગલા બંધ સામે રૂ. 19 વધી રૂ. 96420ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 96190ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96628 અને નીચામાં રૂ. 96001ના મથાળે અથડાઈ, રૂ. 96512ના આગલા બંધ સામે રૂ. 240 ઘટી રૂ. 96272 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 207 ઘટી રૂ. 96299ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 179 ઘટી રૂ. 96334ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1377.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ. 4.55 ઘટી રૂ. 851.35ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો 15 પૈસા ઘટી રૂ. 250.9 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 10 પૈસા ઘટી રૂ. 234.2ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 45 પૈસા ઘટી રૂ. 177.8ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1236.61 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ. 5162ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5235 અને નીચામાં રૂ. 5150ના સ્તરને સ્પર્શી, રૂ. 5163ના આગલા બંધ સામે રૂ. 69 વધી રૂ. 5232ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ. 72 વધી રૂ. 5234ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 4.7 વધી રૂ. 311.5 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ. 4.5 વધી રૂ. 311.4 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ. 923ના ભાવે ખૂલી, રૂ. 8.3 ઘટી રૂ. 917.1ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 190 ઘટી રૂ. 54000 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7539.02 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1671.09 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 948.68 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 93.58 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 15.63 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 320.02 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 526.78 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 709.83 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.09 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.06 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18642 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 35375 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9986 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 136530 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 8694 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17453 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33262 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 122966 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19604 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 19443 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21937 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22133 પોઇન્ટના સ્તર અને નીચામાં 21937 પોઇન્ટના સ્તરને સ્પર્શી, કોઈ ફેરફાર વગર 22132 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 38.7 વધી રૂ. 133.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. 310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.9 વધી રૂ. 17.3ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 3 ઘટી રૂ. 1389 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 120.5 ઘટી રૂ. 1831.5 થયો હતો. તાંબું મે રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.58 ઘટી રૂ. 15.6ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 26 પૈસા વધી રૂ. 5.01 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 33.2 ઘટી રૂ. 101.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. 310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.35 ઘટી રૂ. 16.1 થયો હતો.
સોનું મે રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 22 ઘટી રૂ. 1636 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 7.5 વધી રૂ. 2898ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 60 પૈસા વધી રૂ. 14.16 થયો હતો. જસત મે રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 24 પૈસા ઘટી રૂ. 4.1ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

