ભારતીય સેનાએ મગંળવારે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે રૂ. 80.43 કરોડના ખર્ચે 223 ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ (એકાડા) સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ખરીદી ભારતીય ખરીદ (આઈડીડીએમ) શ્રેણી અંતર્ગત કરવામાં આવી રહી છે. એનાથી ભારત સરકારના આત્મનિર્ભરતા નાઅભિયાનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે, કારણ કે ઉપકરણોના 80%થી વધુ ઘટકો અને સબ-સિસ્ટમ્સ સ્થાનિક રીતે ખરીદવામાં આવશે.

એકાડાને ડીઆરડીઓના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ગ્વાલિયરે ડિઝાઇન કરીને વિકસિત કર્યું છે. તે વિશિષ્ટ સીબીઆરએન ડોમેનમાં રાષ્ટ્રની સ્વદેશીકરણ પહેલમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

એકાડા સિસ્ટમનો ઉપયોગ પર્યાવરણમાંથી હવાના નમૂના લઈને રાસાયણિક યુદ્ધ એજન્ટો (સીડબલ્યુએ) અને પ્રોગ્રામ કરેલાં ઝેરી ઔદ્યોગિક રસાયણો (ટીઆઈસીઝ) શોધવા માટે થાય છે. તે આયન મોબિલિટી સ્પેક્ટ્રોમેટ્રી (આઈએમએસ)ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હાનિકારક તથા ઝેરી પદાર્થોની સતત શોધ અને એકસાથે દેખરેખ માટે બે અત્યંત સંવેદનશીલ આઈએમએસ સેલ હોય છે. ફિલ્ડ યુનિટ્સમાં એકાડાનો સમાવેશ ભારતીય સેનાની રક્ષણાત્મક સીઆરબીએન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. સાથે એ શાંતિકાળ માટે પણ, ખાસ કરીને ઔદ્યોગિક દુર્ઘટનાઓ સંબંધિત, આપત્તિ રાહત પરિસ્થિતિઓમાં પ્રતિભાવ આપવા માટે પણ ઉપયોગી સિદ્ધ થશે. 

Leave A Reply

Exit mobile version