મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (MHRIL)એ દેશભરમાં સ્થાનિક યુવાનોને કૌશલ્ય પ્રશિક્ષણ અને રોજગારી તકો પ્રદાન કરવા માટે ધ જોબ પ્લસ સાથે ભાગીદારી કરી છે. આ પહેલ હોસ્પિટાલિટી સેક્ટરમાં કુશળ કાર્યબળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.
યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગારી તકો
આ કાર્યક્રમ હેઠળ સ્થાનિક યુવાનોને હોસ્પિટાલિટી ઉદ્યોગ-સંબંધિત તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ આ ક્ષેત્રમાં સીધી રોજગારી મેળવી શકે. મહિન્દ્રા ગ્રુપની ‘રાઈસ ફોર મોર ઈક્વલ વર્લ્ડ’ ફિલસૂફીને અનુરૂપ આ પહેલ સમુદાયોના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપશે.
10,000 રૂમ ક્ષમતા સુધી વિસ્તરણ
મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડના 2030 સુધીમાં રૂમ ક્ષમતા 10,000 સુધી વધારવાના લક્ષ્યને આધારે, આ ભાગીદારી દ્વારા કુશળ કાર્યબળની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે. મહિન્દ્રા હોલિડેઝના સીએચઆરઓ તન્વી ચોક્સીએ જણાવ્યું હતું કે, “આ પહેલ ફક્ત રોજગાર જ નહીં, પરંતુ સમાવેશિકતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે.”
ધ જોબ પ્લસ સાથે સહયોગ
ધ જોબ પ્લસ તેના રિક્રુટ, ટ્રેન અને ડિપ્લોય (RTD) મોડલ દ્વારા ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં તાલીમ આપશે. સંસ્થાના સીઇઓ નતવાર નાગર અને વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યા કૃષ્ણએ જણાવ્યું કે આ ભાગીદારી યુવાઓને ટકાઉ રોજગારી અને કારકિર્દીની તકો પ્રદાન કરશે.
આ પહેલ દ્વારા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કુશળ કામદારોની ખામી દૂર કરવામાં મદદ મળશે અને સ્થાનિક સમુદાયોના જીવનધોરણમાં સુધારો થશે.


