પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવ દર્શન’ હીરક મહોત્સવ વ્યાખ્યાનમાળાનો સમાપન સમારોહ
રુઇયા કોલેજ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવ દર્શન’ હીરક મહોત્સવ સમિતિના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી યોજાયેલી વ્યાખ્યાન શ્રેણીના સમાપન સમારોહ અવસરે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે, “પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક સ્વપ્નદ્રષ્ટા, ચિંતક અને રાષ્ટ્રનિષ્ઠ સેવક હતા. ‘અંત્યોદય’ની તેમની વિભાવના સમાજના છેલ્લા વ્યક્તિના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતી. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ સિદ્ધાંત પર ભારતનો વિકાસ મોડેલ ઘડી રહ્યા છે, જે દેશને વિશ્વગુરુ બનાવશે.”
રાજ્યપાલે ભાર મૂકીને કહ્યું કે, “વિકાસ ફક્ત સડકો-ઇમારતોનો નથી, પણ આધ્યાત્મિક ઉન્નતિ, નૈતિક મૂલ્યો અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચનો છે. આપણી હિન્દુ સંસ્કૃતિના ઉપનિષદો અને વેદોમાં પણ ‘સર્વે ભવંતુ સુખિનઃ’નો સિદ્ધાંત અંત્યોદય સાથે સુસંગત છે.” તેમણે પંડિતજીના સાદા જીવન અને ઉચ્ચ વિચારોને આધુનિક પેઢી માટે પ્રેરણાદાયી બતાવ્યા. સાઠ વર્ષ પછી પણ તેમના વિચારોને નવી પેઢી સમક્ષ રજૂ કરવા બદલ કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી લોઢાને પણ અભિનંદન આપ્યા.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો મહત્વપૂર્ણ સંદેભ
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, “પંડિતજીનું ‘એકાત્મ માનવ દર્શન’ સમાજના દુર્બળ વર્ગોને સશક્ત બનાવવા પર કેન્દ્રિત છે. આજે દેશમાં આર્થિક નીતિઓ ગરીબો, ખેડૂતો અને સ્વરોજગારોના હિતમાં રચાય છે, જે અંત્યોદયની મૂળ ભાવનાને અનુસરે છે.”
હીરક મહોત્સવની ભવિષ્યની યોજનાઓ
સમિતિના અધ્યક્ષ શ્રી લોઢાએ જાહેર કર્યું કે, “આગામી વર્ષે વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો, ઇજનેરો અને એનજીઓ માટે રાજ્યવ્યાપી વાતચીતો, કાર્યશાળાઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવશે.”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી સુરેશ સોનીનો ઉદ્બોધ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર સુરેશ સોનીએ કહ્યું, “ભારતીય વિકાસ મોડેલમાં માનવ મનની આધ્યાત્મિક ઉન્નતિ અને પ્રકૃતિ-પ્રેમ જરૂરી છે. પંડિતજીની દ્રષ્ટિ આપણે સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવી જોઈએ.”
સમારોહમાં ઉપસ્થિત ગણમાન્ય વ્યક્તિઓ
આ કાર્યક્રમમાં સંઘના સહ-અધ્યક્ષ ડૉ. કૃષ્ણ ગોપાલ, ડૉ. મોહન વૈદ્ય, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વી. સુરેશ અને શ્રી શિવકુમાર જેવા વિચારવંતોએ પંડિતજીના સિદ્ધાંતો પર પ્રકાશ પાડ્યો.
આ ચાર-દિવસીય વ્યાખ્યાનમાળા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના “સર્વોદય” અને “એકાત્મ માનવતા”ના વિચારોને નવા યુગ સાથે જોડવામાં આવ્યા. સમાજના અંતિમ છોર સુધી વિકાસ પહોંચાડવાની એકજૂટ પ્રતિબદ્ધતા સાથે, ભારત ખરેખર વિશ્વને માર્ગદર્શન આપશે.


