ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે હાલમાં નેશનલ ટુરિઝમ ડે અગાઉ એક સર્વેક્ષણ, હૅપીનેસ સર્વે’ કર્યું હતું. એનાં તારણો અનુસાર 53% લોકો ઘરની સુરક્ષાના મામલે અધ્યતન ટેક્નોલોજીને સર્વાધિક પ્રાધાન્ય આપે છે. 

કંપનીના સર્વેક્ષણમાં જાણવા મળ્યા પ્રમાણે, ભારતમાં ઝડપભેર વિકસી રહેલા પ્રવાસ ઉદ્યોગ સાથે, લોકો પ્રવાસ કરતી વખતે ઘરની શાંતિ વિશે ખાસ કરીને ચિંતાતુર રહે છે. તમામ સુરક્ષાઓ પછી પણ લોકો માટે એ મોરચે ટેક્નોલોજી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાથે, ટેક્નોલોજીના ઉપયોગમાં 50% લોકો સરળતાને પણ પ્રાધાન્ય આપે છે. બીજી તરફ, 44% વિશ્વસનિયતાને પ્રાધાન્ય આપે છે. આ સર્વેક્ષણમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ સહિત 12 શહેરોનાં 2,400 પ્રતિભાવ આપનારા પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. 

સર્વેક્ષણનાં તારણોની વાત કરતાં ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસના ઈવીપી અને બિઝનેસ હેડ પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું, “સર્વેક્ષણનાં તારણો ગ્રાહકોની વિકસિત માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. પરસ્પર જોડાયેલા વિશ્વમાં પર્યટનનો પણ વિકાસ થઈ રહ્યો છે. એવામાં પ્રવાસ વખતે ઘરની સુરક્ષા સુનિશ્ચિત થવાથી એકંદરે લોકોની સુખાકારીમાં વધારો થાય છે. અમે ગ્રાહકનોને હોમ સિક્યોરિટી સોલ્યુશુન્સ થકી સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છીએ.”  


ગોદરેજના સિક્યોરિટી સોલ્યુશન્સ વેપાર હેઠળ એઆઈ-સક્ષમ સર્વેલન્સ કેમેરા, ઇન્ટ્રુશન એલાર્મ સિસ્ટમ્સ અને વિડિયો ડોર ફોન્સ સહિત ઉત્પાદનો છે. ઘરમાલિકોને રિમોટ મોનિટરિંગ ક્ષમતાઓ પૂરી પાડવા સાથે આ ઉત્પાદનો સક્રિય સિક્યોરિટી એલર્ટને પણ સશક્ત બનાવે છે.

Leave A Reply

Exit mobile version