અહીંનો મૂળ ચબૂતરો તો આજે હયાત નથી પણ સ્થાનિક રહેવાસીઓએ પાંચેક વરસ પહેલાં તેના સ્થાને પથ્થરનો નવો ચબૂતરો બનાવ્યો છે ખરો

આ એક સાર્વજનિક ચબૂતરો છે. તેની માલિકી કોઈની નથી. આશરે સો વરસ પહેલાં એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નિર્માણ કોણે કર્યું એના વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. ઓરિજિનલી જે હતો તે ચબૂતરો અમદાવાદની પોળોના અનેક ચબૂતરાની જેમ લાકડાનો બનેલો હતો. આ વિસ્તારનું નામ ગોલવાડ એટલે પડ્યું કેમ કે અહીં રાણાઓની વિશેષ વસતિ હતી. રાણાને ગોલા પણ કહેવામાં આવે છે અને તેના પરથી શબ્દ પ્રચલિત થયો ગોલવાડ અને એ નામ આ વિસ્તારને પણ મળ્યું.
અહીંનો મૂળ ચબૂતરો તો આજે હયાત નથી પણ સ્થાનિક રહેવાસીઓએ પાંચેક વરસ પહેલાં તેના સ્થાને પથ્થરનો નવો ચબૂતરો બનાવ્યો છે ખરો. ચબૂતરાની પાસે વારાહી માતાનું મંદિર આવેલું છે. નવા ચબૂતરાના નિર્માણખર્ચ માટે આસપાસના લોકોએ ફાળો આપ્યો હતો. આજે ચબૂતરામાં પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા પણ સહુ હળીમળીને કરે છે. ગુલાબી રંગની ટાઇલ્સ, વ્યવસ્થિત પગથિયાંને લીધે ચબૂતરો ધ્યાન ખેંચનારો બન્યો છે. જોકે તેની પાસે જ ક્યારેક બિનજરૂરી ચીજવસ્તુઓ તો ક્યારેક વાહન પડેલાં જોવાં મળે છે. ચબૂતરાનો મુખ્ય ભાગ ખુલ્લી શૈલીનો છે. રાહત લેવા જેવી વાત એ છે કે આ ચબૂતરાની અત્યારે ઠીકઠાક કાળજી લેવામાં આવી રહી છે. તેના લીધે એ પ્રવૃત્ત રહ્યો છે અને પક્ષીઓ માટે દાણા-પાણી-વિસામાનું સ્થાન પણ છે. જો અત્યારની જાળવણીમાં ઉદારહદયી લોકોનો સહયોગ ભળે તો આ ચબૂતરાની ઉપયોગિતામાં સોનામાં સુગંધ ભળવા જેવી સ્થિતિ સર્જાશે.

ગૌસેવાનું ફળ ઘણું જેમાં દેવીનો વાસ, ગૌનું જે પાલન કરે તે ઘરે સદા ઉલ્લાસ જનેતાસમી પૂજ્ય પૂજું ગાયમાતા, કરું નિત્યસેવા નમું ગાયમાતા

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Leave A Reply

Exit mobile version