રેફ્રિજરેટર બહુ ઉપયોગી ચીજ છે. આપણો ખોરાક તાજો અને સુરક્ષિત રહે તે માટે રેફ્રિજરેટર શાંતિથી ચોવીસેય કલાક કામ કરે છે. એની સંભાળ રાખવાની કેટલીક સરળ ટિપ્સને અનુસરીને તેની કાર્યક્ષમતા જાળવી શકાય છે. રેફ્રિજરેટરની જાળવણી પર નિયમિત ધ્યાન આપવાથી લાઇટનું બિલ ઓછું આવશે, ખોરાકનો બગાડ ઓછો થશે અને તમારા ઉપકરણના આયુષ્યમાં વધારો થશે.
રેફ્રિજરેટરને કાર્યક્ષમ રીતે જાળવવામાં મદદ કરવા માટે ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપના એક ભાગ અને બોયસના એપ્લાયન્સિસ બિઝનેસમાં રેફ્રિજરેટર્સના પ્રોડક્ટ ગ્રુપ હેડ અનુપ ભાર્ગવની કેટલીક ટિપ્સ આ રહીઃ
રેફ્રિજરેટરને રાખવાની જગ્યાઃ રેફ્રિજરેટર સીધા સૂર્યપ્રકાશ અથવા કોઈ પણ ગરમીના સ્ત્રોતથી દૂર હોય તે સુનિશ્ચિત કરો. ફ્રિજ અને આસપાસની દીવાલો અથવા કેબિનેટ વચ્ચે ઓછામાં ઓછું 50 મિલીમીટરનું અંતર જાળવો. આ સેટઅપ રેફ્રિજરેટરની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે અને તેનાથી શ્રેષ્ઠ ઠંડક મળે છે.
ખોરાકનો યોગ્ય રીતે સંગ્રહ કરોઃ બચેલા ખોરાક માટે બંધ કન્ટેનરનો ઉપયોગ કરવો એ સારી આદત છે, ફ્રિજની કામગીરીને એ નોંધપાત્ર રીતે વધારી શકે છે અને ખોરાકને તાજો પણ રાખી શકે છે. યોગ્ય રીતે સીલબંધ કન્ટેનરમાં વધુ પડતો ભેજ એકઠો નહીં થાય. રેફ્રિજરેટરમાં ભેજનું સ્તર જાળવવામાં પણ એ મદદ કરે છે.
રેફ્રિજરેટરમાં ખોરાકને યોગ્ય રીતે રાખવાથી ખોરાકની તાજગી જળવાવામાં મહત્વપૂર્ણ બને છે. આદર્શ રીતે દૂધ મુખ્ય કમ્પાર્ટમેન્ટના ઉપરના શેલ્ફમાં રાખવું જોઈએ. ફળો અને શાકભાજી તેના માટેના ખાસ ડ્રોઅરમાં રાખવાં જોઈએ.
યોગ્ય તાપમાન જાળવોઃ રેફ્રિજરેટરની શ્રેષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા રેફ્રિજરેટરની અંદર આદર્શ તાપમાન જાળવવું જરૂરી છે. ઉનાળો જામ્યો હોય ત્યારે અથવા ફ્રિજ ભારે લોડ થાય ત્યારે તાપમાનને સૌથી ઠંડા સેટિંગમાં ગોઠવો. તેનાથી વિપરિત શિયાળામાં અથવા ફ્રિજમાં ઓછા પદાર્થો હોય ત્યારે નોબને ન્યૂનતમ સેટ કરી શકાય છે.
સાફસફાઈ ખાસ જરૂરીઃ રેફ્રિજરેટરને જાળવણી માટે નિયમિત સફાઈ જરૂરી છે. ઢોળાયેલા ખોરાકથી સમય જતાં ફૂગ જામી જાય છે જે અન્ય સંગ્રહિત વસ્તુઓને અસર કરી શકે છે. ઘણાં રેફ્રિજરેટર્સ હવે સ્લાઇડ આઉટ, ટફન્ડ ગ્લાસ શેલ્ફથી સજ્જ છે જે સફાઈ સરળ બનાવે છે. બેક્ટેરિયાથી ખોરાક ઝડપથી બગડી જાય છે તેથી લાંબા સમય સુધી ખોરાત તાજો રાખવા એમનો સંગ્રહ કરતી વખતે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. એ માટે ગોદરેજની પેટન્ટેડ એન્ટી-જર્મ નેનો શિલ્ડ ટેક્નોલોજી ઉપયોગી છે. એ ખાદ્ય સપાટીની 95%થી વધુ જગ્યાને જંતુનાશક કરે છે. એનાથીખોરાક લાંબા સમય સુધી આરોગ્યપ્રદ અને તાજા રહે છે.
ભરેલું રાખો, પરંતુ ઓવરલોડ ન કરોઃ સારી રીતે ખાદ્યપદાર્થોથી ભરેલું રેફ્રિજરેટર ખાલી રેફ્રિજરેટર કરતાં વધુ ઊર્જા કાર્યક્ષમ હોય છે. અંદરનો ખોરાક અને પીણાં તાપમાનને જાળવી રાખવામાં અને સ્થિર રાખવામાં મદદ કરે છે, તે ‘કોલ્ડ રિઝર્વ’ તરીકે કામ કરે છે. ફ્રિજનો દરવાજો ખોલવામાં આવે ત્યારે ઝડપથી ગરમ હવાને ઠંડું કરે છે. જોકે, ફ્રિજને ઓવરલોડ કરવામાં ન આવે તેનું ધ્યાન રાખો, કારણ તે હવાના પ્રવાહને અવરોધી અને ઘટાડી શકે છે, તેથી ફ્રિજની કાર્યક્ષમતા ઘટી શકે છે.
રેફ્રિજરેટર્સ કન્વર્ટિબલ મોડ સાથે પણ આવે છે. આ સુવિધાથી ફ્રિજરને ફ્રિજની વધારાની જગ્યામાં રૂપાંતરિત કરી શકાય છે. ફ્રિજની જગ્યાની જરૂર ન હોય તો તેને બંધ કરી શકાય છે. તે જરૂરિયાત અનુસાર સંગ્રહ અને વીજળીની કાર્યક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરે છે.
ગરમ ખોરાકનો સંગ્રહ ટાળોઃ ગરમ ખોરાકને સીધો રેફ્રિજરેટરમાં મૂકવો એ એક ભૂલ છે. તે તેના આંતરિક તાપમાનમાં વધારો કરી શકે છે. એનાથી કોમ્પ્રેસરનું કામ વધે છે. એ વધુ વીજળીનો વપરાશ કરે છે. ગરમ ખોરાકને ફ્રિજમાં સ્ટોર કરતા પહેલાં હંમેશાં ઓરડાના તાપમાને ઠંડું થવા દો.
ગાસ્કેટનું નિરીક્ષણ કરોઃ ઘસાઈ ગયેલી ગાસ્કેટથી ઠંડી હવા બહાર નીકળી શક છે. એનાથી ફ્રિજે વધુ કામ કરવું પડે છે. તિરાડો અથવા બરડપણું જેવા ઘસારાના ચિહ્નો પણ જોતા રહો.
આ સરળ ટિપ્સને તમારી દિનચર્યામાં સામેલ કરીને રેફ્રિજરેટરનું આયુષ્ય વધારી શકો છો, વીજળીના ખર્ચમાં બચત કરી શકો છો અને ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખી શકો છો.