પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. એ વિશ્વનો મોટો ધાર્મિક મેળો છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહા કુંભમેળો 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. પ્રયાગરાજમાં દર 12 વરસે કુંભમેળો યોજાય છે. હાલમાં યોજાયેલો મહા કુંભમેળો 12 કુંભમેળાનું ચક્ર પૂરું થયાનું પ્રતીક છે. તેથી, એને મહા કુંભમેળો કહેવાય છે. આ મહાકુંભ 144 વરસે છે. દર ચાર વરસે યોજાય એને કુંભમેળો કહેવાય, છ વરસે યોજાય તેને અર્ધ કુંભમેળો અને 12 વર્ષે યોજાય તેને પૂર્ણ કુંભમેળો કહેવાય છે. 144 વર્ષનું એક ચક્ર પૂરું થાય ત્યારે મહા કુંભમેળો યોજાય છે. બુધવારે મૌની અમાસના દિવસે સાડાસાત કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓનો આંકડો કરોડોમાં જાય છે. ભારતનાં રાજ્યોની વસ્તી તો ઠીક, વિશ્વના ઘણા દેશોની વસ્તીથી પણ આ આંકડો વધી જાય છે.
સ્પેન અને બ્રિટન જેવા દેશોની વસ્તી એક દિવસમાં કુંભસ્નાન કરતા શ્રદ્ધાળુઓની સંખ્યા કરતાં ઓછી છે. એવી જ રીતે, જો આપણે વસ્તીની ગીચતા પર નજર કરીએ, તો ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર ચાર વ્યક્તિછી ઓછી છે. આપણે પ્રયાગરાજની વસ્તી અને મૌની અમાવસ્યાએ ઉમટેલા ભક્તોને ધ્યાનમાં લઈએ તો મૌની અમાવસ્યાના દિવસે જિલ્લાની વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર 15 હજારથી વધુ હતી. પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા પર 7.64 કરોડ લોકોએ સંગમસ્થળે પવિત્ર ડૂબકી લગાવી હતી. એ આખા જિલ્લાની વસ્તી 72 લાખથી વધુ છે. એટલે કે મૌની અમાવસ્યાના દિવસે જિલ્લામાં 8.5 કરોડથી વધુ લોકો હાજર હતા.
યુરોપનો સૌથી મોટો દેશ જર્મની છે. એની વસ્તી આઠ કરોડથી વધુ છે. મૌની અમાવાસ્યાના દિવસે તેની વસ્તી પ્રયાગરાજ પહોંચેલી ભીડથી ઓછી ગણાય. એવી જ રીતે, બ્રિટનની વસ્તી છ કરોડ એકાણુ લાખ છે. ફ્રાન્સની વસ્તી ફક્ત 6.65 કરોડ છે. એટલું જ નહીં, દક્ષિણ અમેરિકાના 54 દેશોમાંથી માત્ર ત્રણ દેશોમાં મૌની અમાવસ્યા પર પ્રયાગરાજ પહોંચતા લોકો કરતાં વધુ વસ્તી છે. એમાં અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. કોલંબિયા, આર્જેન્ટિના, કેનેડા અને થી ઉરુગ્વેમાં વસ્તી છે તે મહા કુંભમેળામાં, પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાએ લોકોની હાજરીથી ઓછી છે.
મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં હાજર વસ્તી એશિયાઈ દેશો કરતાં પણ વધુ હતી. એશિયાના કુલ 51 દેશોમાંથી ફક્ત 10 દેશોમાં પ્રયાગરાજમાં હાજર વસ્તી કરતા વધુ વસ્તી હતી. 10 કરોડની વસ્તીવાળા વિયેતનામથી લઈને નવ કરોડની વસ્તીવાળા ઇરાન સુધીમાં વસ્તી પ્રયાગરાજ કરતાં ઓછી છે. એશિયામાં, ફક્ત ચીન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, જાપાન અને ફિલિપાઇન્સ, વિયેતનામ, ઇરાન, તુર્કીમાં મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં હાજર વસ્તી કરતાં વધુ વસ્તી છે. ભારત સહિત દુનિયામાં ફક્ત 18 દેશો એવા છે જેમની વસ્તી 85 મિલિયનથી વધુ છે.
આવા મહા કુંભમેળામાં મહાલવા જઈએ ત્યારે આ આંકડા ધ્યાન રાખીએ?