કોમોડિટી વાયદાઓમાં રૂ. 14417 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 82299 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8450 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20693 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 96719.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 14417.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 82299.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20693 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1326.02 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8450.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 86420ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 86560 અને નીચામાં રૂ. 86300ના સ્તરને સ્પર્શી, રૂ. 85910ના આગલા બંધ સામે રૂ. 496 વધી રૂ. 86406ના ભાવ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ. 523 વધી રૂ. 70119ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ. 40 વધી રૂ. 8764ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 451 વધી રૂ. 86170ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 96797ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97763 અને નીચામાં રૂ. 96797ના સ્તરને સ્પર્શી, રૂ. 96406ના આગલા બંધ સામે રૂ. 1251 વધી રૂ. 97657ના ભાવ થયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 1173 વધી રૂ. 97398ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 1146 વધી રૂ. 97327ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1614.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ. 2.1 વધી રૂ. 870.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ. 2.75 વધી રૂ. 271.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ. 2.4 વધી રૂ. 264.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 40 પૈસા વધી રૂ. 179.95ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 4394.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ. 6252ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 6288 અને નીચામાં રૂ. 6239ના મથાળે અથડાઈ, રૂ. 6288ના આગલા બંધ સામે રૂ. 6 ઘટી રૂ. 6282ના ભાવ થયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. 6 ઘટી રૂ. 6283ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ. 1.7 ઘટી રૂ. 367.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 1.8 ઘટી રૂ. 366.9ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ. 922.1ના ભાવે ખૂલી, 50 પૈસા વધી રૂ. 924ના ભાવ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4876.59 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3574.25 કરોડના વેપાર થયા હતા. તાંબાંના વાયદાઓમાં રૂ. 1027.24 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 189.73 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 38.57 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 358.89 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 274.64 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 4119.39 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 3.54 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 3.54 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18200 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 33274 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10695 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 117908 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 27596 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37503 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 128583 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 3559 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25867 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20656 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20702 પોઇન્ટના સ્તર અને નીચામાં 20646 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 76 પોઇન્ટ વધી 20693 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 8.8 ઘટી રૂ. 158.5ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. 400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.2 વધી રૂ. 3.25ના ભાવ થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. 87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 131.5 વધી રૂ. 491.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 340.5 વધી રૂ. 804ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. 870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 14 પૈસા ઘટી રૂ. 4.75ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.73 વધી રૂ. 2.6ના ભાવ થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 7.65 ઘટી રૂ. 161.75ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. 380ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.3 વધી રૂ. 7.2ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. 87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 14 વધી રૂ. 184.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 616.5 વધી રૂ. 3520.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 4.6 વધી રૂ. 180.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. 350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.35 વધી રૂ. 4.6ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. 86000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 201.5 ઘટી રૂ. 592.5ના ભાવ થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 599 ઘટી રૂ. 738ના ભાવ થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. 870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.24 ઘટી રૂ. 4.83ના ભાવ થયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.64 ઘટી રૂ. 0.6ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. 6200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 3.15 વધી રૂ. 134.8ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.15 વધી રૂ. 8.5ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. 86000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 260 ઘટી રૂ. 421ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 204 ઘટી રૂ. 1970ના ભાવ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

