ગુરુવારે બપોરે અમદાવાદમાં અક્સમાતનો ભોગ બનનારા લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલા વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યા હતા એવી એક અફવા ઊડી હતી. બીજી તરફ મનીકન્ટ્રોલમાં પ્રસિદ્ધ એક અહેવાલ મુજબ વિમાનમં વિજય રૂપાણી હતા અને અકસ્માતમાં તેઓ ગંભીરપણે ઘાયલ થયા છે.
એ પહેલાં, મીડિયામાં અમુક જગ્યાએ પ્રસિદ્ધ થનારા સમાચારોમાં જણાવાયું હતું કે આ કમનસીબ વિમાનમાં વિજય રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યા હતા. નોંધનીય છે કે પ્રવાસીઓની જે યાદી મીડિયાને પ્રાપ્ત થઈ હતી તેમાં રૂપાણીનું નામ કથિતરૂપે હતું. પ્રવાસીઓની યાદીમાં તેમનું નામ બારમા ક્રમાંકે હોવાનું કહેવાય છે. એમની સીટ ટુ-ડી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
વિજય રૂપાણીના સુસ્વાસ્થ્ય અને તેમની હાલની સ્થિતિ વિશે વધુ માહિતી અપેક્ષિત છે.


