બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મિશ્ર વલણઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 194523 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1300810 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 142866 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22813 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 12 જૂનના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 1495374.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 194523.21 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1300810.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22813 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 20748.65 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 142866.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 98248ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 98699 અને નીચામાં રૂ. 96276ના સ્તરને સ્પર્શી, રૂ. 97874ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 518 વધી રૂ. 98392ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ. 268 વધી રૂ. 78582ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ. 32 વધી સપ્તાહના અંતે રૂ. 9848 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 371 વધી રૂ. 97786ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 97825ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 98199 અને નીચામાં રૂ. 96117ના સ્તરને સ્પર્શી, રૂ. 97650ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 319 વધી રૂ. 97969ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ. 105316ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 107369 અને નીચામાં રૂ. 104005ના સ્તરને સ્પર્શી, રૂ. 104443ના આગલા બંધ સામે રૂ. 1442 વધી સપ્તાહના અંતે રૂ. 105885 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ. 1412 વધી રૂ. 105622ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 1403 વધી રૂ. 105605ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 11964.39 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ. 5.35 ઘટી રૂ. 874.85 થયો હતો. જસત જૂન વાયદો રૂ. 3.25 ઘટી રૂ. 252.1ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ. 2.3 વધી રૂ. 242.6ના ભાવે બોલાયો હતો. સીસું જૂન વાયદો 20 પૈસા વધી રૂ. 179.6 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 39681.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ. 5425ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 5858 અને નીચામાં રૂ. 5392ના સ્તરને સ્પર્શી, રૂ. 5442ના આગલા બંધ સામે રૂ. 402 વધી સપ્તાહના અંતે રૂ. 5844ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ. 400 વધી સપ્તાહના અંતે રૂ. 5843 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ. 20.6 ઘટી રૂ. 299.1ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ. 20.5 ઘટી સપ્તાહના અંતે રૂ. 299.2 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ. 904ના ભાવે ખૂલી, રૂ. 28.8 વધી સપ્તાહના અંતે રૂ. 931.5ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ રૂ. 450 ઘટી રૂ. 53150ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન, સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 93784.71 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 49081.92 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 7625.88 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 1349.02 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 329.57 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 2659.92 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 10878.30 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 28803.60 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 9.65 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.64 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 15529 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30717 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 4766 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 59611 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 7795 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17885 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 29903 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 83052 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 12142 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15978 લોટના સ્તરે રહ્યો હતો. ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22780 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 22863 પોઇન્ટના સ્તર અને નીચામાં 22401 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 216 પોઇન્ટ વધી 22813 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


