ગુજરાત સરકારે ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને અનુરૂપ ‘વિકસિત ગુજરાત @2047’ માટે વહીવટી પ્રક્રિયામાં દૃષ્ટિકોણ બદલી દે તેવા મહત્વના પગલાં ઊઠાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન (GARC) દ્વારા તૈયાર કરાયેલ ત્રીજો ભલામણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. અહેવાલ જીએઆરસીના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાએ સીએમ સમક્ષ રજૂ કર્યો હતો.
આ અહેવાલમાં એકંદર દસ મહત્વની ભલામણો છે. તેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને કેન્દ્રસ્થાને રાખીને સરકારની સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને ટેકનિકલ રૂપે મજબૂત બનાવવાનો છે.
અહેવાલમાં ‘એક વિદ્યાર્થી-એક આઈડી-એક પોર્ટલ’ પદ્ધતિથી શિષ્યવૃત્તિ યોજના માટે યુનિફાઇડ પોર્ટલ બનાવવાનો અભિગમ છે. નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન પેમેન્ટને ઓટોમેટેડ બનાવવા, GRs માટે ટાસ્કફોર્સ રચવી અને GIS આધારિત સરકારી સંપત્તિ મેપિંગની ભલામણ પણ સામેલ છે.
આ ઉપરાંત, જાહેર પરિવહન, દસ્તાવેજ ડિલિવરી, HRMS ડિજિટાઇઝેશન, e-सિવિલ લિસ્ટ અને વહીવટી સેન્ટિમેન્ટ સર્વે જેવી નવીન પ્રવૃત્તિઓ ભલામણરૂપે અપાઈ છે.આ બધું વિકાસ માટેની દિશામાં નવી દ્રષ્ટિ આપે છે. તમામ ભલામણો GARCની વેબસાઇટ garcguj.in પર ઉપલબ્ધ છે.


