કોમોડિટી વાયદાઓમાં રૂ.370942.83 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3685177.27 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 295057.43 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34492 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 19થી 24 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.4056267.64 કરોડનું સાપ્તાહિક ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.370942.83 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.3685177.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 34492 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.35387.2 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 295057.43 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.134021ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.138676ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.133555ના સ્તરને સ્પર્શી, રૂ.134521ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3576ના ઉછાળા સાથે રૂ.138097ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.3000ની તેજી સાથે રૂ.112051ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.357ની વૃદ્ધિ સાથે રૂ.13986 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.3420 ઊછળી રૂ.136104ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.134445ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.139993ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.134120ના સ્તરને સ્પર્શી, રૂ.134803ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3640 ઊછળી રૂ.138443ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.202899ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.224430ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.202656ના મથાળે અથડાઈ, રૂ.203565ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.20225ના જંગી ઉછાળા સાથે રૂ.223790ના ભાવે બંધ થયો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.20046ની તેજી સાથે રૂ.224310ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.20044ની તેજી સાથે રૂ.224313ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 32024.99 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.50.1 વધી રૂ.1172.45 થયો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.1.95 વધી સપ્તાહના અંતે રૂ.305.05 થયો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.2.8 વધી રૂ.288.15ના ભાવે બોલાયો હતો. સીસું જાન્યુઆરી વાયદો 65 પૈસા વધી સપ્તાહના અંતે રૂ.182.35 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 43826.93 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3808ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4386 અને નીચામાં રૂ.3808ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.760ની તેજી સાથે રૂ.4353 થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5067ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5303 અને નીચામાં રૂ.5026ના મથાળે અથડાઈ, રૂ.5114ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.158ના ઉછાળા સાથે રૂ.5272ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.156 વધી રૂ.5272ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.2 વધી સપ્તાહના અંતે રૂ.339.1ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.3.1 વધી રૂ.339.2 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.961ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.1.5 વધી રૂ.956.4ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 128990.24 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 166067.20 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 26823.06 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 1649.17 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 124.27 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 3428.49 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 70.81 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 4206.19 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 39549.93 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 14550 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36631 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10251 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 158817 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 17558 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 12566 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 30455 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 54931 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 78 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18698 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23146 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 33183 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 34941 પોઇન્ટના સ્તર અને નીચામાં 33111 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 1216 પોઇન્ટના ઉછાળા સાથે 34492 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube

