કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે છઠ્ઠી જુલાઈએ રોજ યોજાયેલી બેઠકમાં મુરલી શિવશંકરણ નાયરને વધારાના ડિરેક્ટર તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેમની નિમણૂક એ દિવસથી ત્રણ વર્ષ માટે અમલમાં આવશે, જે આગામી સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. નાયર ઉત્પાદન, વહીવટ અને કોર્પોરેટ વિકાસક્ષેત્રે સમૃદ્ધ અનુભવ ધરાવતા વરિ2027ના નાણાકીય વરસના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના આંકડાઓની ઝલકઃ 

  • ઓપરેશન્સની આવક રૂ. 12.45 કરોડ રહી હતી, જે ગયા નાણાકીય વરસના આ ત્રિમાસિક સમયગાળામાં રૂ. 2.42 કરોડ હતો અને 414.4% નો વાર્ષિક વધારો દર્શાવે છે.
  • સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. 1.25 કરોડ રહ્યો હતો, જે ગયા નાણાકીય વર્ષના આ ત્રિમાસિક ગાળામાં રૂ. 0.07 કરોડ હતો.
  • નાણાકીય વરસ 2026ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ આવક રૂ. 30.70 કરોડથી ઘટીને રૂ. 12.45 કરોડ રહી, છતાં કંપનીની નફાકારકતા મજબૂત રહી છે.નાણાકીય વરસ 2027ના પ્રથમ ત્રિમાસિકનો રૂ. 1.25 કરોડનો કરવેરા પછીનો ચોખ્ખો નફો, નાણાકીય વરસ 2026ના સમગ્ર વર્ષના રૂ. 1.81 કરોડના ચોખ્ખા નફાના લગભગ 69% જેટલો છે. કંપનીના નવા વ્યૂહાત્મક અભિગમ હેઠળ વધેલી ઓપરેશનલ કાર્યક્ષમતા અને વધુ સારા નફાકારક માર્જિનને એ દર્શાવે છે.
  • પ્રતિ શેર આવક (ઈપીએસ): નાણાકીય વરસ 2027 માટે ઈપીએસ રૂ. 0.86 પ્રતિ શેર રહી, જે નાણાકીય વરસ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 0.05 પ્રતિ શેર હતી.

સ્ટેન્ડઅલોન નાણાકીય સારાંશ

વિગતોQ1 FY27Q4 FY26Q1 FY26FY26 સંપૂર્ણ વર્ષ
ઓપરેશન્સમાંથી આવક1,245.453,069.77242.123,632.04
અન્ય આવક19.63
કુલ આવક1,245.453,069.77242.123,651.67
કુલ ખર્ચ1,076.692,843.26232.303,401.26
કર પહેલાંનો નફો (PBT)168.76226.519.82250.41
કર ખર્ચ43.6063.002.4769.00
કર પછીનો નફો (PAT)125.16163.517.35181.41
મૂળભૂત અને ડાઇલ્યુટેડ EPS0.861.120.051.24

ષ્ઠ વ્યાવસાયિક છે. ઉત્પાદન ઉદ્યોગ તથા ગ્રાહક વ્યવહાર અંગેની તેમની ઊંડી સમજ કંપનીને ક્લીન ટેક ક્ષેત્રમાં તેના મહત્વાકાંક્ષી વિકાસલક્ષી આયોજનને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં મદદરૂપ થશે.

કંપનીના વ્યૂહાત્મક વ્યવસાયિક અભિગમને અનુરૂપ તેની ઓળખ મજબૂત બનાવવા માટે બોર્ડે 14 જુલાઈએ કંપનીનું નામ ગુજરાત ઇન્જેક્ટ (કેરળ) લિમિટેડથી બદલીને રેગેનોવા રિન્યૂટેક લિમિટેડ કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ ફેરફાર શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. નવી ઓળખ કંપનીના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં, ખાસ કરીને સોલાર પીવી મોડ્યુલ વિતરણ અને સ્વચ્છ ઊર્જા ઉકેલો ક્ષેત્રે વધી રહેલા વ્યવસાયને પ્રતિબિંબિત કરે છે. આ પરિવર્તનને સમર્થનરૂપ કંપની મોટા સોલાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો અમલ કરી રહી છે. સાથે, કંપની મહેસાણા જિલ્લાના જકાસણા ખાતે પોતાના પાંચ મેગાવોટના સોલાર પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે. નામ પરિવર્તન પછી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તથા આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જરૂરી સુધારા કરવામાં આવશે.

આ સંદર્ભે મેનેજિંગ ડિરેક્ટર મુરલી શિવશંકરણ નાયરે જણાવ્યું હતું, “ગુજરાત ઇન્જેક્ટ માટે આ અત્યંત ઉત્સાહજનક તબક્કો છે. હાલનાં મજબૂત નાણાકીય પરિણામો અમારી નવી વ્યૂહાત્મક દિશાની આંતરિક શક્તિ દર્શાવે છે. રેગેનોવા રિન્યૂટેક લિમિટેડ તરીકે એકીકૃત બ્રાન્ડ તરફ આગળ વધવું સ્વચ્છ ઊર્જા, ટકાઉ વિકાસ અને લાંબા ગાળાના મૂલ્યસર્જન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. અમારી પ્રાથમિકતા શ્રેષ્ઠ અમલીકરણ, મજબૂત ગ્રાહક સંબંધો જાળવવા તથા સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે વ્યવસાયનું વિસ્તરણ કરવાની રહેશે.”

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.
Leave A Reply

Exit mobile version