સપ્તાહ દરમિયાન નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયું: નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ. 850 તૂટ્યોઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 1,53,025 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 1151895.33 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 14 કરોડનાં કામકાજ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 111,99,708 સોદાઓમાં કુલ રૂ. 13,04,934.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 1,53,025.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 1151895.33 કરોડનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે બુધવાર, 5 માર્ચના રોજ એમસીએક્સ પર નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રૂ. 2,273 કરોડનું રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયું હતું.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,15,123 સોદાઓમાં રૂ. 89,507.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 84,899ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 86,329 અને નીચામાં રૂ. 84,033ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 838ના ઉછાળા સાથે રૂ. 86,034ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ. 476 વધી રૂ. 69,857 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ. 73 વધી રૂ. 8,762ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 792ના ઉછાળા સાથે રૂ. 86,002ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ. 95,113ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 98,324 અને નીચામાં રૂ. 93,852ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 2,591ના ઉછાળા સાથે રૂ. 98,141ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 2,444 ઊછળી રૂ. 98,052 અને ચાંદી-માઇક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 2,448 ઊછળી રૂ. 98,060 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 83,569 સોદાઓમાં રૂ. 13,061.21 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબું માર્ચ વાયદો રૂ. 858ના ભાવે ખૂલી, રૂ. 26.40 વધી રૂ. 890.85, એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. 5.65 વધી રૂ. 264.40 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. 0.65 વધી રૂ. 182 થયો હતો. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. 7.75 વધી રૂ. 276 થયો હતો. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ. 5.30 વધી રૂ. 264.15 સીસું-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ. 0.50 વધી રૂ. 181.65 જસત-મિની માર્ચ વાયદો રૂ. 7.35 વધી રૂ. 275.50 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 10,28,831 સોદાઓમાં રૂ. 50,439.82 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ. 6,127ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 6,148 અને નીચામાં રૂ. 5,685ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 351ના ભાવઘટાડા સાથે રૂ. 5,784 બોલાયો હતો, ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. 350 ઘટી રૂ. 5,783 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયુદીઠ રૂ. 345ના ભાવે ખૂલી, રૂ. 26.20 વધી રૂ. 373.90 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 26.5 વધી 374.2 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ. 16.61 કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ. 51,400ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 54,750 અને નીચામાં રૂ. 51,400ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 850 ઘટી રૂ. 52,660ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ. 4.70 વધી રૂ. 932.40 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 56,696.44 કરોડનાં 66,321.323 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ. 32,811.13 કરોડનાં 3,401.375 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ. 7,534.72 કરોડનાં 1,27,81,030 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ. 42,905.10 કરોડનાં 1,16,22,55,750 એમએમબીટીયુનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ. 1,090.01 કરોડનાં 41,971 ટન સીસું અને સીસું-મિની વાયદાઓમાં રૂ. 203.03 કરોડનાં 11,194 ટન તાંબાંના વાયદાઓમાં રૂ. 8,946.79 કરોડનાં 1,02,598 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ. 2,821.38 કરોડનાં 1,04,384 ટનનાં કામકાજ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ. 3.50 કરોડનાં 2,640 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ. 13.11 કરોડનાં 142.2 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,857.182 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 896.038 ટન, તાંબાંના વાયદાઓમાં 21,485 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 19,562 ટન, સીસું અને સીસું-મિનીમાં 3,286 ટન તથા જસત અને જસત-મિનીમાં 15,578 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 10,94,760 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,17,43,500 એમએમબીટીયુ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,528 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 74.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ. 13.66 કરોડનાં 136 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 75 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 20,200 પોઇન્ટ ખૂલી, ઉપરમાં 20,546 અને નીચામાં 20,004 બોલાઈ, 542 પોઇન્ટની મૂવમેન્ટ સાથે 272 પોઇન્ટ વધી 20,536 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 1151895.33 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 315444.05 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 13233.86 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 617740.48 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 191410.75 કરોડનાં કામકાજ થયાં હતાં.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.