યુવાનોના કૌશલ્યના વિકાસ માટેની મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાની મુદતમાં પાંચ મહિનાનો વધારો કરીને હવે તે ૧૧ મહિના સુધીની કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી . આ યોજનાનો સમયગાળો પહેલા છ મહિના સુધી મર્યાદિત હતો. વિધાનસભ્યોની માંગણીને ધ્યાનમાં લઈને  મુખ્યમંત્રીએ આ સમયગાળો પાંચ મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે,

આ જાહેરાત કરતી વખતે, મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ સમયગાળા માટે હવે કોઈ વધારો કરવામાં આવશે નહીં. કારણ કે આ યોજના કાયમી રોજગાર માટે નથી પરંતુ તાલીમ માટે છે. ઘણા યુવાનો આ તકની રાહ જોઈ રહ્યા છે દરેકને તક મળે એજ આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય છે. તેમણે ઉમેર્યુ હતું કે જો તાલીમ પામેલા યુવાનોને સરકારી પ્રમાણપત્ર મળે તો તેમને નોકરી મેળવવાનું સરળ બનશે. રાજ્ય સરકાર કૌશલ્ય વિકાસ અને અસરકારક તાલીમ દ્વારા યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી વધુને વધુ યુવાનો આ યોજનાનો લાભ લઈ શકે.

Share.
Leave A Reply

Exit mobile version