જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડીએ આજે ભારતમાં નવી ઓડી આરએસ-ક્યુ8 પરફોર્મન્સ માટે બુકિંગ શરૂ કર્યાં હતાં. આ સ્મોલ યુટિલિટી વ્હિકલ એટલે એસયુવી ઓડી ઇન્ડિયાની વેબસાઇટ અથવા ‘માયઓડી કનેક્ટ’ મોબાઇલ એપ્લિકેશનથી રૂ. 5,00,000ની આરંભિક બુકિંગ રકમ ચૂકવીને બુક કરી શકાય છે.
એનું શક્તિશાળી 4.0 એલ ટીએફએસઆઈ એન્જિન 640 હોર્સ પાવર 850 ન્યુટન મીટર (એનએમ) ટોર્ક ઉપજાવે છે. એનાથી આ કાર માત્ર 3.6 સેકન્ડ્સમાં પ્રતિ કલાક શૂન્યથી 100 કિલોમીટર સુધીની ગતિ હાંસલ કરી શકે છે. ઓપ્શનલ પેકેજ સાથે એ 305 કિલોમાટીર પર્તિ કલાકની સર્વોચ્ચ ગતિ ધરાવે છે.
ઓડી ઇન્ડિયાના વડા બરબીર સિંહ ધિલ્લોં કારની રજૂઆતના ઉપલક્ષમાં જણાવ્યું હતું, “નવી ઓડી આરએસ ક્યુ8 અસાધારણ શક્તિ અને રોજબરોજની યુટિલિટીનો સંગમ કરતી કાર છે. કાર અજોડ લૂક અને ડ્રાઇવિંગ માટેની ઉત્કૃષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. લક્ઝરી અને રોમાંચક ડ્રાઇવિંગના ચાહકોને એ આકર્ષશે.
સુધારિત વિશિષ્ટતાઓ અને શક્તિશાળી એન્જિન થખી આ કાર ઓડી આરએસ રેન્જનીકારના અમારા ઇચ્છનીય ગ્રાહકોની માગણીને પહોંચી વળવા અને એમને ડ્રાઇવિંગનો ઉત્તમ અનુભવ આપવા તૈયાર કરવામાં આવી છે.” એમણે જોકે એમ પણ ઉમેર્યું હતું કે મર્યાદિત સંખ્યામાં આ કાર ઉપલબ્ધ થવાની હોવાથી જેઓ ખરીદવા ચાહતા હોય તેઓ સત્વરે બુકિંગ કરાવે.