By: Hiren Gandhi
વિયેતનામનો સૌથી મોટો તહેવાર લ્યુનર નવું વર્ષ, જેને તેઓ પ્રેમથી ટેટ અથવા ટેટ ન્યૂયેન ડાન કહે છે, ભારતીયો માટેની દિવાળી જેટલો મહત્વનો અને ભાવનાત્મક તહેવાર છે. પ્રકાશનો તહેવાર, નવા આરંભ, પરિવારનું મિલન અને નવી આશાઓ – ટેટ વિયેતનામના લોકો માટે સંસ્કૃતિનું હૃદય છે.
ટેટ સામાન્ય રીતે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આવે છે અને 2026માં 17 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે ઘોડાના વર્ષનું પ્રતિક છે. આ તહેવાર જૂના વર્ષને વિદાય આપી, નવા વર્ષની શરૂઆત પ્રાર્થના, આનંદ અને પરિવાર સાથે ઉત્સવ ઉજવવા માટે કરવામાં આવે છે.
ટેટની તૈયારી અઠવાડિયાં પહેલાં શરૂ થાય છે. લોકો ઘરોની સાફસફાઈ કરતા, નવા કપડાં પહેરે છે અને ઘરોને પીચ ફૂલો (Hoa Dao) અને કુમક્વાટના ઝાડથી સુંદર રીતે સજાવે છે. આ દિવસને આદર આપતા લોકો એકબીજાને પ્રેમથી કહે છે “ચુક મુઙ નામ મોય” – એટલે કે નવું વર્ષ મુબારક. ખાસ વાત એ છે કે ટેટના દિવસે દરેક બાળકનો ઉમર એક વર્ષ વધે છે, સમગ્ર પરિવાર સાથે.
ટેટ પર્વની મૂળ પરંપરા હજારો વર્ષ જૂની છે, જે રેડ રિવર ડેલ્ટાના ખેડુતો સાથે જોડાયેલી છે. ટેટ વસંતની શરૂઆત અને પાકની સિઝન પૂર્ણ થવાનો પ્રતીક છે. ભલે તેમાં થોડી ચાઇનીઝ અસર હોય, વિયેતનામીઓએ આ તહેવારને પોતાની અનોખી ઓળખ આપી છે. તહેવાર દરમિયાન આકાશમાં ફટાકડાં, રસ્તાઓ પર ડ્રેગન ડાન્સ, રંગબેરંગી ફૂલબજારો અને લાલ લેન્ટર્ન્સનો પ્રચંડ ઉત્સાહ જોવા મળે છે.
ધાર્મિક રીતે પરિવારો પૂર્વજોને ફળો અને વિશેષ કેળાં કેક અર્પણ કરે છે. ટેટ પહેલાં કિચન ગોડને પ્રાર્થના કરવામાં આવે છે અને મંદિરોમાં જઈને આરોગ્ય, સમૃદ્ધિ અને ખુશહાલ જીવન માટે આશીર્વાદ માંગવામાં આવે છે.
વિયેતનામમાં લગભગ 25,000 ભારતીયો વસે છે, જે હનોય, હો ચી મિન સિટી અને દા નાંગમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. હનોયમાં આશરે 40, હો ચી મિન સિટીમાં 80 થી વધુ અને દા નાંગમાં 30 થી વધુ ભારતીય રેસ્ટોરન્ટ છે. ભારતીયો અહીં ટેટના ઉત્સવમાં ભાગ લઈને સ્થાનિક લોકોએ સાથે ઘરના આનંદ અને રસોઈની મીઠાશ માણે છે.
હિરેન ગાંધી, નમસ્તે હનોયના બ્રાન્ડ એમ્બેસેડર અને IBFના સચિવ, જણાવે છે કે, “ટેટ માત્ર તહેવાર નથી, પરંતુ વિયેતનામની સંસ્કૃતિ અને સંબંધોનું પ્રતીક છે. દિવાળી જેવી જ, ટેટ પણ પરિવારમાં એકતાનો અને નવા શરૂઆતની ખુશીની યાદ અપાવે છે.”
Secretary — InGlobal Business Foundation (IBF)
Director — ReNis Agro International LLP, Ahmedabad, India
Subscribe Deshwale on YouTube

