એટલું આશ્વાસન જરૂર લઈ શકાય તેમ છે કે દેરાસર થકી થતી પક્ષીઓની સેવાને લીધે એ બિનોપયોગી થતો રહી ગયો છે

ઝવેરી વાડ સ્થિત આ પોળનો વહીવટ પોળના રહેવાસીઓના બનેલા આઠ જણના પંચના હસ્તક છે. પોળનો ચબૂતરો આશરે દોઢસો વરસ જૂનો છે. ચબૂતરાનો વહીવટ અહીંના દેરાસર થકી થાય છે. ચબૂતરામાં પક્ષીઓ માટે રોજ ચણ નાખવામાં આવે છે. સાથે સાફસફાઈનું પણ નિયમિત ધ્યાન રાખવામાં આવે છે.
૨૧ ઘર અને ત્રણ વેપારી જગ્યા ધરાવતી આ પોળની વસતિ આશરે દોઢસો જણની છે. પોળનાં બધાં ઘર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોનાં છે. પોળમાં આવેલું ભગવાન મહાવીર સ્વામી દેરાસર આશરે ચારસો વરસ જૂનું છે. મૂળ ચબૂતરાનો જિર્ણોદ્ધાર આજથી આશરે પંદર-સત્તર વરસ પહેલાં કરવામાં આવ્યો હતો. પહેલાં અહીં લાકડાંનો ચબૂતરો હતો, જેના સ્થાને આજે ધાતુ અને કોંક્રીટનો ચબૂતરો છે. મૂળ ચબૂતરો કોણે બંધાવ્યો હતો તેની વિગત આજે પ્રાપ્ય નથી. જિર્ણોદ્ધાર સમયે જગ્યાની આવશ્યકતા પારખીને ચબૂતરાને થોડા ફૂટ દૂર ખેસાડવામાં આવ્યો છે.
મૂળ ચબૂતરામાં ચણ માટે જે ઓરડી હતી તે આજે રહી નથી. ચબૂતરાની નીચેની જગ્યામાં આજે આંગડિયાની નાનકડી પેઢી કાર્યરત છે. આ ચબૂતરો અમદાવાદના એવા ચબૂતરાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે શાંત વિસ્તારની શોભા વધારનારાં સ્થાપત્યોમાંથી ઘોંઘાટ વચ્ચે અટવાઈ ગયેલી જણસ થઈને રહી ગયો છે. એટલું આશ્વાસન જરૂર લઈ શકાય તેમ છે કે દેરાસર થકી થતી પક્ષીઓની સેવાને લીધે એ બિનોપયોગી થતો રહી ગયો છે.
एक आदमी ने ईश्वर से पुछाः
आपके लिये प्रेम और मानवीय प्रेम में क्या अंतर हैं?
ईश्वर ने कहा:
आसमान में उड़ता पंछी मेरा प्रेम है और पिंजरे में कैद पंछी मानवीय प्रेम है।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.