ગુરુવાર, 12 જૂને બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાની બ્રિટન જતી ફલાઇટ એકાએક તૂટી પડી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ ફ્લાઇટમાં બેસેલા અનેક પ્રવાસીઓ અને કર્મચારીઓનાં મોત થયાનો ભય સેવાઈ રહ્યો છે.
ઉપલબ્ધ માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ એ-171 બપોરે એક વાગીને આડત્રીસ મિનિટે રવાના થઈ હતી. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી એ ઉપડી હતી. ફ્લાઇટ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટની નવેક કલાકની સફર કરવાની હતી. જોકે ફ્લાઇટ ટેક-ઓફ્ફ થયાની ગણતરીની મિનિટોમાં, એક વાગીને ચાલીસ મિનિટના સુમારે, અમદાવાદના મેઘાણીનગર નવજીક કોસળી પડી હતી. ફ્લાઇટના વિમાનનો પ્રકાર 787-8 ડ્રીમલાઇનર હતો.
આ ફ્લાઇટ કેપ્ટન સુમિત સભરવાલના નેતૃત્વમાં હતી. ક્લાઇવ કુંડર સહ-પાઇલટ હતા. વિમાનમાં કથિત 232 પેસેન્જર્સ હતા, જેમાં 230 પુખ્ત વ્યક્તિઓ અને બે બાળકો સહિત 12 કર્મચારીઓ પણ હતા. આમ કુલ 242 લોકો વિમાનમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદના મેઘાણીનગર નજીક વિમાન ક્રેશ થયા પછી, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ઝડપથી સક્રિય થઈ ગઈ હતી. કાટમાળમાંથી ઉઠતો ધુમાડો દૂરથી જોઈ શકાતો હતો. ડીએડબલ્યુ, એડીએડબલ્યુ, અને એક એફઓઆઈ, જે અન્ય કાર્યો માટે અમદાવાદમાં હતા, તેઓએ બચાવ અને રાહત કામગીરી ચાલુ રહેતા ઘટનાની વિગતવાર માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.
નોંધનીય છે કે મેઘાણીનગર રહેણાક વિસ્તાર છે. વિમાન એકાએક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં પણ ભય પ્રસરી ગયો હતો. તૂટી પડેલા વિમાનને કારણ ચોતરફ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. જોતજોતામાં સ્થાનિક નાગરિકો સહિત પોલીસ અને અગ્નિશમન દળની ટુકડીઓ બચાવકાર્ય તથા પરિસ્થિતિ સામે લડત આપના ઘટનાસ્થળે દોડી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાના વિડિયો પણ લોકોએ મૂક્યા હતા.
પ્રારંભિક જાણકારી અનુસાર વિમાનમાં પ્રવાસીઓ અને કર્મચારીઓ મળીને 133થી 242 જેટલા લોકો હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. જોકે વિમાનમાં વાસ્તવમાં કેટલા લોકો હતા એનો પાકો આંકડો હજી આવ્વાનો બાકી છે. એર ઇન્ડિયાએ એક્સ (ટ્વિટર) પર મૂકેલા એક સંદેશમાં લખ્યું હતું કે ફ્લાઇટ એ-171, જે અમદાવાદ-લંડન ગેટવિક વચ્ચે ઊડે છે. એ આજે, 12 જૂને અસક્માતગ્રસ્ત થઈ હતી. આ ક્ષણે અમે પરિસ્થિતિનો ક્યાસ કાઢી રહ્યા છે. વધુ માહિતી અમે એરઇન્ડિયા ડોટ કોમ અને અમારા એક્સ હેન્ડલ પર મૂકશું.
અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિકના એક નિવેદન મુજબ શહેર પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. બીજી તરફ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ પણ દુર્ઘટના વિશે તપાસ આદરી છે.
અત્યાર સુધી આ વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાનાં પાકાં કારણની જાણ થઈ શકી નથી. શક્ય છે કે ઉડ્ડયન સમયે કોઈક તાંત્રિક ખામી સર્જાતા આ દુર્ઘટના થઈ હોય. અકસ્માત વિશેની વિશ્વસનીય માહિતી તૂટેલા વિમાનના બ્લેક બોક્સને હસ્તગત કર્યા પછી મળવાની શક્યતા છે. જ્યાં સુધી બોઇંગ ડ્રીમલાઇનર વિમાનનો સવાલ છે ત્યાં સુધી સુરક્ષા અને સલામતીને મામલે એનો રેકોર્ડ સારો ગણાય છે. આ દુર્ઘટના વિશે વધુ જાણકારી મળ્યે જ ખ્યાલ આવશે કે વાસ્તવમાં કયા કારણોસર લંડન જતી આ ફ્લાઇટનો આવો કરુણ અંજામ થયો.


