Saturday, January 18

રાજકોટની વોક્હાર્ટ હોસ્પિટલમાં ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી કેન્સરની જટિલ અને જોખમી સર્જરીઓ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે

હાલમાં એક ૭૦ વર્ષીય પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડતાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેઓએ વોક્હાર્ટના ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણીની સલાહ લીધી. દરમિયાન તેમની છાતીમાં હૃદયની ઉપરના ભાગમાં મોટી ગાંઠ હોવાનું જણાયું હતું. ડોકટરોએ દરદીને ઓપેરશનની સલાહ આપી. ઓપરેશન જોખમી હતું. ડોકટરોએ ઓપરેશન પહેલાં ઓપરેશન વખતનાં જોખમો અને ફાયદા વિશે દરદીને વિસ્તૃત માહિતી આપી. દરદીએ સગાંસંબંધીઓ સાથે ચર્ચાવિમર્શ પછી ઓપરેશન માટે સહમતિ આપી. ઓપરેશન દરમિયાન છાતી ખોલીને પેરીકાર્ડિયમ (હૃદયની આજુબાજુ)ના એક ભાગ સાથે સંપૂર્ણ ગાંઠ (ટ્યુમર)ને દૂર કરી ત્યાં જાળી મૂકી. છેવટે સરળતાથી ઓપરેશન પૂર્ણ થયું. દરદીને બે દિવસ નિરીક્ષણ હેઠળ આઈસીયુમાં રાખવામાં આવ્યા. ત્રીજા દિવસે દરદીને રજા આપવામાં આવી હતી. કેસનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ભારે જોખમ હોવા છતાં નિષ્ણાતોએ ખૂબ સરળતાથી ઓપરેશન પાર પાડ્યું હતું. દરદીને એ મ નવું જીવન મળ્યું કહીએ તો ચાલે.

Leave A Reply

English
Exit mobile version