ક્રૂડ તેલના વાયદામાં રૂ. 53 અને કોટન-ખાંડી વાયદામાં રૂ. 440ની તેજીઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 11529.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 49495.71 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8283.78 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21176 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 61025.9 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 11529.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 49495.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 21176 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 735.59 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8283.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 88274ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 88672ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 88257ના મથાળે અથડાઈ, રૂ. 88023ના આગલા બંધ સામે રૂ. 572ના ઉછાળા સાથે રૂ. 88595ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાનો જૂન વાયદો ઊંચામાં રૂ. 88,489 અને સોનાનો ઓગસ્ટ વાયદો ઊંચામાં રૂ. 90,056ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 454ની તેજી સાથે રૂ. 71950 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 53 વધી રૂ. 9018 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 552ની વૃદ્ધિ સાથે રૂ. 88528ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 100964ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 101489 અને નીચામાં રૂ. 100854ના સ્તરને સ્પર્શી, રૂ. 100536ના આગલા બંધ સામે રૂ. 842ના ઉછાળા સાથે રૂ. 101378 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 814 ઊછળી રૂ. 101243 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 834 ઊછળી રૂ. 101244 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1440.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ. 2.35 ઘટી રૂ. 903.9ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ. 3.4 ઘટી રૂ. 275.8 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ. 1.45 ઘટી રૂ. 263.1ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 5 પૈસા વધી રૂ. 183.2ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1885.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ. 5876ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5945 અને નીચામાં રૂ.5871ના મથાળે અથડાઈ, રૂ. 5865ના આગલા બંધ સામે રૂ. 53 વધી રૂ. 5918 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. 50 વધી રૂ. 5916 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 4.3 ઘટી રૂ. 347.1 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ. 4.2 ઘટી રૂ. 347.3ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 952ના ભાવે ખૂલી, 90 પૈસા ઘટી રૂ. 935.5ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. 440ના ઉછાળા સાથે રૂ. 53050 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5892.60 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2391.18 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 885.98 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 129.06 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 14.42 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 411.28 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 512.80 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1373.15 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 5.98 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20726 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32399 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8934 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 112044 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 24259 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35366 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 128392 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 10830 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 19490 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 21138 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21201 પોઇન્ટના સ્તર અને નીચામાં 21138 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 154 પોઇન્ટ વધી 21176 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 23.7 વધી રૂ. 209.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. 350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.8 ઘટી રૂ. 9.85ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ. 90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 73.5 વધી રૂ. 259ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 566.5 વધી રૂ. 3956 થયો હતો. તાંબું માર્ચ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.39 ઘટી રૂ. 8.4 થયો હતો. જસત માર્ચ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.39 ઘટી રૂ. 0.7 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 7800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 95 પૈસા ઘટી રૂ. 7.65ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. 350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.95 ઘટી રૂ. 9.7 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 147.5 વધી રૂ. 540 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 474.5 વધી રૂ. 3700ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 24.5 ઘટી રૂ. 191.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. 350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.65 વધી રૂ. 13 થયો હતો.
સોનું માર્ચ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 301.5 ઘટી રૂ. 472 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 285 ઘટી રૂ. 2593ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા ઘટી રૂ. 4.5ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.46 વધી રૂ. 5.05 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 20.9 ઘટી રૂ. 193 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. 350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.8 વધી રૂ. 13.1 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 300.5 ઘટી રૂ. 505ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 267.5 ઘટી રૂ. 2495 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

