ધરતીકંપ અથવા જેને ભૂકંપ કહીએ છીએ એ કુદરતી ઘટના છે. પૃથ્વીના લિથોસ્ફેરિક (સ્થળમંડળીય) પડોમાં ઊર્જાના અચાનક મુક્ત થવાથી ધરતીકંપ થાય છે. એના પરિણામે જમીન હલે છે. ધરતીના પટ અંદરથી આ ઊર્જા ત્યારે મુક્ત થાય છે એનાં વિવિધ એટલે ટેક્ટોનિક પ્લેટ્સ, પૃથ્વીના લિથોસ્ફિયરના વિશાળ ખંડો, એકમેક સાથે ઘર્ષણને લીધે ખસે છે. આ પારસ્પારિક ક્રિયા ભૂકંપનું પ્રમુખ કારણ છે. આમ તો એ સતત ચાતી ક્રિયા પણ એમાં સમય જતાં પ્લેટના ઉપરી ભાગમાં એટલે કે એની કિનારીઓ પર જરૂર કરતાં વધુ તણાવ ઊભો થાય છે. એ તણાવ પડળોના ખડકોની તાકાત કરતાં વધી જાય ત્યારે ભૂકંપનાં તરંગો થકી એ તાકત મુક્તિ પામે છે. પરિણામે, આપણે અનુભવીએ છીએ ધરતીકંપ.

હવે જાણીએ ભૂકંપના પ્રકારો વિશે.
ટેક્ટોનિક ભૂકંપ: એ સૌથી સામાન્ય અને ભૂકંપનો સૌથી વિનાશક પ્રકાર પણ છે. એના થવાનું કારણ ટેક્ટોનિક પ્લેટ્સની હલચલ હોય છે.
જ્વાળામુખી ભૂકંપ: જ્વાળામુખી વિશે આપણે જાણીએ છીએ. સક્રિય અથવા નિષ્ક્રિય જ્વાળામુખીમાંથી પણ જ્યારે અતિપ્રવૃત્તિથી તાણ સર્જાય ત્યારે એ પ્રતિક્રિયાઓ એક તાકાત સાથે સ્થિતને બંદૂકની ગોળીની જેમ ટ્રિગર કરે છે. સામાન્ય રીતે સક્રિય જ્વાળામુખીવાળા પ્રદેશોમાં એના લીધે ભૂકંપ થતા હોય છે.
પ્રેરિત (ઇન્ડ્યુસ્ડ) ભૂકંપ: માત્ર કુદરત એની હરકતો કરે એનાથી ધરતીકંપ નથી થતા. માનવીય હરકતો પણ એમને વણજોઈતું આમંત્રણ આપે છે. ખાણકામ, પાણીના બંધનું નિર્માણ અને હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ (ફ્રેન્કિંગ) જેવી માનવીય પ્રવૃત્તિઓ પણ અનેક ધરતીકંપોની જન્મદાત્રી બને છે.
ભૂકંપ કેવી રીતે માપવામાં આવે છે?
મેગ્નિટ્યુડ: ભૂકંપ માટે રિક્ટર સ્કેલ નામનું માપ છે. એ ભૂકંપના મૂળમાંથી મુક્ત થયેલી ઊર્જા માપીને ભૂકંપની તીવ્રતા નક્કી કરે છે. એના માપ પ્રમાણે એના લોગારિધમિક સ્કૅલ કે માપમાં દરેક આંકડો ભૂકંપની અધિકતા દસગણી પ્રમાણે અને ઊર્જા મુક્ત થવાની પ્રક્રિયાને 31.6ગણી પ્રમાણે દર્શાવે છે.
તીવ્રતા: મોડિફાઇડ મર્કેલી ઇન્ટેન્સિટી (એમએમઆઈ)નું માપ ભૂકંપની અસરોને લોકો, ઇમારતો અને ભૂપ્રદેશ પરના તેના પ્રભાવને આંકે છે. એના આધારે એ ભૂકંપની તીવ્રતા ઠરાવે છે.

ભારતના સીસ્મિક ઝોનઃ આપણો દેશ પૃ્થવીના વિશાળ પટ પર ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સ તરીકે ઓળખાતી બે પ્લેટ્સની બરાબર સરહદે સ્થિત છે. આગળ જણાવ્યું તેમ, ધરતીના ઊંડાણમાં વિવિધ પ્લેટ્સ. એક પર બીજી પ્લેટ એમ કરતાં કરતાં છેવટે એ પ્લેટ છે જેના પર આપણે વસીએ છીએ. ભૂકંપ માટે આપણા દેશના ઘણા વિસ્તાર, આ બે પ્લેટ્સની કોરે હોવાથી અતિ સંવેદનશીલ છે. ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ)એ આપણા દેશને ચાર સીસ્મિક ઝોનમાં વર્ગીકૃત કર્યો છે:
ઝોન બે: ઓછા જોખમવાળા પ્રદેશ.
ઝોન ત્રણI: મધ્યમ જોખમવાળા પ્રદેશ.
ઝોન ચાર: ઉચ્ચ જોખમવાળા પ્રદેશ.
ઝોન પાંચ: સર્વોચ્ચ જોખમવાળા પ્રદેશ. આ વિસ્તારોમં સૌથી વધુ સીસ્મિક પ્રવૃત્તિ થતી રહે છે.
આ ચાર ઝોનમાં દેશના કયાં રાજ્યો કે વિસ્તારો આવે છે એ પણ જાણી લઈએ.
ઝોન ચાર (ખૂબ ઉચ્ચ જોખમ): એમાં ભારતના લગભગ 11% વિસ્તારનો સમાવેશ થાય છે. આપણાં ઇશાન્ય રાજ્યો, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતના કચ્છનું રણ એમાં આવી જાય છે. આ પ્રદેશોમાં સત જારી ટેક્ટોનિક ટકરાવોના કારણે વારંવાર સીસ્મિક પ્રવૃત્તિઓ થાય છે.

ઝોન ચાર (ઉચ્ચ જોખમ): ભારતના લગભગ 18% ભાગ આ ઝોનમાં આવે છે. એમાં દિલ્હી, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગ, હિમાચલ પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ પ્રદેશો સક્રિય ફોલ્ટ લાઇન્સના કારણે સંવેદનશીલ છે.
ઝોન ત્રણ (મધ્યમ જોખમ): ભારતનો 30% ભાગ આ ઝોનમાં આવે છે. કેરળ, ગોવા, લક્ષદ્વીપ અને મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગ ઝોન ત્રણમાં છે.
ઝોન બે (ઓછું જોખમ): ઉપર જણાવ્યા સિવાયના દેશના ભાગ આ ઝોનમાં છે. આ વિસ્તારોમાં ધરતીના પટની નીચે સૌથી ઓછી ઘર્ષણીય પ્રવૃત્તિઓ થાય છે.
આજે દિલ્હીમાં આવેલા ભૂકંપ પછી એની વાત પણ કરવી રહી. દિલ્હીની સીસ્મિક સંવેદનશીલતા કેવીક છે એ જાણીએ.
દિલ્હી સીસ્મિક ઝોન ચારમાં છે. એનો અર્થ એવો કે તે ગંભીર ભૂકંપની સંભાવના ધરાવે છે. એની સંવેદનશીલતામાં ફાળો આપતાં કેટલાંક પરિબળો આ પ્રમાણે છે:
ફોલ્ટ લાઇન્સની નિકટતાઃ આપણું પાટનગર દિલ્હી-હરિદ્વારની ધરતીની ધાર (રિજ) અને મહેન્દ્રગઢ-દેહરાદૂન ફોલ્ટની એકદમ નજીક છે. એ બેઉ સક્રિય સીસ્મિક ઝોન છે.
ભૂસ્તરશાસ્ત્રીય રચના: દિલ્હી આખું કાંપવાળી જમીન પર નિર્માણ પામેલું શહરે છે. એટલે કે એની જમીન મૂળે તો માટીવાળી અને પ્રમાણમાં પોચી છે. આવી જમીન પર સીસ્મિક તરંગો એમ પણ વધારે થાય છે. એના લીધે જમીનની હલનચલનની તીવ્રતા વધે છે.
શહેરી ગીચતા: દિલ્હીની પ્રચંડ વસ્તી અને ઝડપી શહેરીકરણ પણ શહેરને મોટા ભૂકંપના સમયે ભારે માળખાકીય નુકસાન માટે સંવેદનશીલ બનાવે છે.

દિલ્હીમાં ઐતિહાસિક ભૂકંપ
1720: એક શક્તિશાળી ભૂકંપે દિલ્હીમાં વ્યાપક વિનાશ વેર્યું હતું.
1803: બીજા એક મોટા ભૂકંપથી શહેર સહિત આસપાસના પ્રદેશોમાં ગંભીર નુકસાન થયું હતું.
2015: નેપાળના 7.8 તીવર્તાના ભૂકંપના આંચકા દિલ્હીમાં પણ અનુભવાયા હતા. એને કારણે સર્વત્ર ગભરામણ ફેલાયો હતો. એવો કે અનેક વિસ્તારો ખાલી થઈ ગયા હતા.
ભૂકંપ સામે રક્ષણની પૂર્વતૈયારી અને એની તીવ્રતા ઘટાડવાના ઉપાય આ રહ્યા. શહેર પરના સીસ્મિક જોખમને અનુલક્ષીને દિલ્હીમાં ભૂકંપથી બચવાનાં કડક પગલાં લેવાં જરૂરી છે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
બાંધકામ માટે કડક નિયમોઃ પાટનગરમાં તમામ નવા નિર્માણ માટે ભૂકંપ અવરોધક રચના ફરજિયાત કરવી એ એક અકસીર ઉપાય છે.
જૂનાં બાંધકામોનું સશક્તિકરણ કરવુંઃ વર્તમાન ઇમારતોને સીસ્મિક આંચકા સહન કરવા માટે આવશ્યક મજબૂતી પ્રદાન કરવા આવશ્યક પગલાં લેવાવાં જોઈએ.
જાગૃતિ અભિયાન: નાગરિકોને ભૂકંપની સ્થિતિમાં ઊભી થતી કટોકટીઓ વિશે જ્ઞાત કરવા અને નિયમિત ભૂકંપ ડ્રિલ્સ યોજવી પણ જરૂરી છે.
કટોકટીના સામના માટે અસરકારક પ્રતિભાવની સિસ્ટમ સર્જવી: ભૂકંપ સમયે ફટાફટ કારગત થાય એવું આપત્તિ વ્યવસ્થાપન પણ અમલમાં મૂકવું અપેક્ષિત છે.
ભારતની સીસ્મિક સંવેદનશીલતા તેની ભૂસ્તરીય સ્થિતિને કારણે ટાળી શકાય એવી નથી. પરંતુ સાવચેતીનાં પગલાંઓ ઉઠાવીને ભૂકંપથી થતા નુકસાનને આપણે નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ. કડક બાંધકામ નિયમો, સુધારિત પૂર્વચેતવણીની રીત, અને જનજાગૃતિ અભિયાન થકી ભૂકંપનાં ભાવિ જોખમો આપણે ઘટાડી શકીએ છીએ.
સોમવારે દિલ્હીએ સહનકરેલા ભૂકંપની આંચકા પણ આપણને ફરીવાર જાણે કહી રહ્યા છેઃ આપણા દેશને ભૂકંપથી બચવા માટે સક્ષમ થવાની અને યોગ્ય શહેરી આયોજનની તાતી જરૂર છે.


