કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સ (સીએલઈ)ના નેજા હેઠળ છઠ્ઠા દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો (ડાઇલેક્સ)નું આયોજન થયું છે. આજે અને આવતીકાલે (2021 જાન્યુઆરી 2025)ના રોજ આ એક્સ્પો નવી દિલ્હીના યશોભૂમિ, દ્વારકામાં, ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી) યોજાયો છે. એક્સ્પોની ખાસિયત

રિવર્સ બાયર સેલર મીટ છે, જેની એક્સ્પોમાં આ છઠ્ઠી આવૃત્તિ છે. એમાં માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ (એમએઆઈ) યોજના હેઠળ ભારત સરકાર થકી નાણાકીય સહાય મળશે. આ આયોજન વૈશ્વિક ચામડાં અને ફૂટવેર ઉદ્યોગમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે સજ્જ છે.
છઠ્ઠી આવૃત્તિમાં આશરે 225 ભારતીય પ્રદર્શકોએ 8,000 ચોરસ મીટરના પ્રદર્શન વિસ્તારમાં તેમનાં નવીનતમ ઉત્પાદનો પ્રદર્શિત કર્યાં છે. યુરોપ અને યુએસ સહિત વિશ્વના લગભગ 52 દેશથી એક્સ્પોમાં 200થી વધુ વિદેશી ખરીદદારો પણ આવ્યા છે,. ગયા વખતે આ સંખ્યા ફક્ત 130+ હતી. આઈઆઈસીસીના હોલ વન-બીમાં એક્સ્પો યોજાયો છે.

એમાં ભારતીય ખરીદદારો, છૂટક વેપારીઓ અને વેપારી ખરીદદારોના 500થી વધુ પ્રતિનિધિઓ સાથે મજબૂત સ્થાનિક જોડાણ સુનિશ્ચિત કરવામાં આવશે, જે વ્યાપક નેટવર્કિંગ તકોને પ્રોત્સાહન આપશે.
ડાઇલેક્સના ઉદ્ઘાટન સમયે વાણિજ્ય વિભાગના સંયુક્ત સચિવ વિમલ આનંદે કહ્યું કે એક્સ્પો દેશની વૈશ્વિક વેપાર યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન જેવી બાબત છે. કોવિડ પછીના તબક્કામાં ભારતના ચામડાં અને પગરખાં ઉદ્યોગે નિકાસનો વિસ્તાર કર્યો છે એ તેઓએ જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 2025-26 માટે ઉદ્યોગે સાત અબજ અમેરિકન ડોલર સહિતનાં લક્ષ્યને પ્રાપ્ત કરતાં પોતાની મજબૂત સ્થિતિ સિદ્ધ કરી છે.

આનંદે જણાવ્યું હતું કે વેટ, બ્લુ લેધર પર આયાત ડ્યુટીમાં છૂટ અને એમએસએમઈ માટે વધેલી ક્રેડિટ ગેરન્ટી જેવી સાનુકૂળ નીતિઓ થકી દેશ વૈશ્વિક પરિવર્તનનો લાભ લેવા સુસજ્જ છે, ખાસ કરીને રાજકીય પરિવર્તનો, નવી ટેરિફ ગોઠવણો અને ઉત્પાદનો માટે ‘ચીન પ્લસ વન’ના વિચારને ધ્યાનમાં રાખતા.
આ પ્રસંગે સીએલઈના ચેરમેન આર. કે. જાલાને જણાવ્યું હતું કે ડાઇલેક્સની આ આવૃત્તિ ભારતીય ચામડાં ચામડા અને પગરખાં ક્ષેત્ર વૈશ્વિક દરવાજા ખોલે છે. વિશ્વ રોગચાળામાંથી બહાર આવી રહ્યું છે અને રશિયા-યુક્રેન સંઘર્ષ, ટ્રમ્પ ટેરિફ યુગ અને ચીનની આક્રમક વેપાર નીતિઓ જેવા વિક્ષેપોનો સામનો કરી રહ્યું છે ત્યારે, ભારતના ચામડા ઉદ્યોગે પણ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.
ડાઇલેક્સ આંતરરાષ્ટ્રીય વેપાર અને સહયોગને પ્રોત્સાહિત કરતો મંચ છે. એમાં ખરીદ-વેચાણ માટે પ્રત્યક્ષ મીટિંગની સુવિધા છે. ઉત્પાદકો અને નિકાસકારો આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધા ત્યાં જોડાઈ શકે છે.


