સુંદરતા અને કોસ્મેટિક્સ ઉદ્યોગમાં પોતાનું સ્થાન દ્રઢ કરવા મિલા બ્યુટી 2025 સુધીમાં રિટેલ મોરચે પોતાની હાજરી મજબૂત બનાવવા ધારે છે. 300થી વધુ , 11,500 રિટેલ ટચપોઇન્ટ્સ સાથે, કંપની કરોડો ગ્રાહકો સુધી પોષણક્ષમ અને પ્રીમિયમ કોસ્મેટિક્સ પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. એ માટે કંપની બીજા-ત્રીજા સ્તરનાં શહેરો પર ફોકસ કરશે.

આવાં શહેરોના ગ્રાહકો આજે પણ મેકઅપની ખરીદી માટે ભૌતિક દુકાનને પ્રાધાન્ય આપે છે. એવી બજારને વિસ્તારવા મિલા એના રિટેલ મોડેલને સશક્ત બનાવશે. એના લીધે બજારમાં એની હારી સુગમ થવા સાથે, ગ્રાહકો માટે ખરીદી સરળ બનશે.
મિલા બ્યુટીએ પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વગેરે રાજ્યોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યુ છે. દક્ષિણ ભારતમાં કંપની મોટી ક નિહાળી રહી છે જ્યારે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પણ પ્રવેશ કરવાની છે. સૌંદર્ય ઉત્પાદનોની વધતી માગ અને ગ્રાહકોના વધતા વૈવિધ્ય વચ્ચે, કંપની માટે નવી બજારોમાં પ્રવેશ નવી શક્યતાઓ સર્જશે. એ માટે મિલા રિટેલ નેટવર્ક વિસ્તૃત કરવા સાથે, પ્રાદેશિક ત્વચા અને આબોહવાને અનુરૂપ ઉત્પાદનો રજૂ કરવા ચાહે છે.

મિલા બ્યુટીના સહસ્થાપક અને એમડી સાહિલ નાયરે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું, “અમારું મિશન હંમેશાં એવી બ્રાન્ડ બનાવવાનું રહ્યું છે જે દરેક ભારતીયનો પડઘો પાડે. 2025 માટેની વિસ્તરણ વ્યૂહરચના થકી અમે મિલાને ભારતના દરેક ખૂણે લઈ જઈ રહ્યા છીએ. અમે સુનિશ્ચિત કરી રહયા છીએ કે નાનાં શહેરોમાં પણ અમારા ગ્રાહકોને મોટાં શહેરોની સમકક્ષ ગુણવત્તાવાળાં ઉત્પાદનો મળે. આ પગલું અમારા માટે માત્ર સીમાચિહ્નરૂપ નથી પણ સૌંદર્યને સર્વ સમાવિષ્ટ, સુલભ અને અનુભવપૂર્ણ બનાવવા તરફનું પગલું પણ છે.”
મિલા ભારતમાં ઝડપથી વિકસી રહી છે. એના આશરે પાંચ લાખ ગ્રાહકો છે. ચહેરા, હોઠ અને આંખ વગેરે માટે કંપની સૌંદર્ય પ્રસાધનોની શ્રેણી ધરાવે છે. કંપનીના પોર્ટફોલિયોમાં ફિક્સર, પ્રાઇમર્સ, કન્સિલર, કોમ્પેક્ટ પાવડર, લિપસ્ટિક અને ગ્લોસ જેવાં ઉત્પાદનો છે.