હેક્સાવેર ટેક્નોલોજીઝ ભારતના આઈટી ક્ષેત્રનો એક સૌથી મોટો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. કંપની ₹8,750 કરોડની પ્રારંભિક જાહેર ઓફરિંગ (આઈપીઓ) લાવી છે. 12 ફેબ્રુઆરી 2025ાના એ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. ઇક્વિટી શેરદીઠ કિંમત ₹674 થી ₹708ની રેન્જમાં નક્કી કરવામાં આવી છે.

હેક્સાવેરનો આઈપીઓ સંપૂર્ણપણે પ્રમોટર કાર્લાઇલ ગ્રુપની ઓફર ફોર સેલ (ઓએફએસ) છે. કાર્લાઇલ હાલમાં કંપનીના 95% શેર ધરાવે છે. શેરના લિસ્ટિંગ પછી હેક્સાવેરમાં કાર્લાઈલનું શેરહોલ્ડિંગ લગભગ 74.1% થશે. બીજા શબ્દોમાં કહીએ તો આઈપીઓથી ઊભી થનારા ભંડોળમાંથી હેક્સાવેરને કોઈ ફંડ મળશે નહીં. માત્ર એનાથી કાર્લાઇલને એના હિસ્સામાંથી એક ભાગ વેચી શકશે.
કંપનીનો આઈપીઓ 12.46 કરોડ ઇક્વિટી શેર્સનો સમાવેશ થશે. ભારતીય આઈટી સેવા ક્ષેત્રનો એ એક સૌથી મોટો આઈપીઓ હશે.
હેક્સાવેરના આઈપીઓનુંસ મયપત્રક અને અન્ય વિગતો આ રહીઃ
- આઈપીઓ ખુલશે: 12 ફેબ્રુઆરી 2025
- આઈપીઓ બંધ થશે: 14 ફેબ્રુઆરી 2025
- એન્કર ઇન્વેસ્ટર્સ બિડિંગ: 11 ફેબ્રુઆરી 2025
- ફાળવણી: 17 ફેબ્રુઆરી 2025
- રિફંડની શરૂઆત: 18 ફેબ્રુઆરી 2025
- લિસ્ટિંગ (અંદાજિત): 19 ફેબ્રુઆરી 2025
છૂટક રોકાણકારો લઘુતમ 21 શેર્સ માટે બિડ કરી શકે છે, જેમાં ઓછામાં ઓચા ભાવે ₹14,868 નું રોકાણ કરવાનું રહેશે.
હેક્સાવેર ટેક્નોજીઝ એક ગ્લોબલ આઈટી સેવાઓ અને કન્સલ્ટિંગ ફર્મ છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), જનરેટિવ એઆઈ (જેનએઆઈ) અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં એ નિષ્ણાત છે. કંપનીની અમેરિકા, એશિયા-પેસિફિક અને યુરોપ જેવી પ્રમુખ બજારોમાં મજબૂત ઉપસ્થિતિ છે.
તાજેતરનાં વરસોમાં હેક્સાવેરે તેના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી)નો વિસ્તાર કરીને અને એઆઈ આધારિત સોલ્યુશન્સ અપનાવીને તેના વેપારને મજબૂત બનાવ્યો છે. કંપનીએ વિવિધ ક્ષેત્રોમાં મોટી કંપનીઓને સેવા પૂરી પાડતાં ડિજિટલ સેવાઓ ક્ષેત્રે એક અગ્રણી કંપની તરીકે પોતાની સ્થિતિ સુદ્રઢ કરી છે.
હેક્સાવેરનાં નાણાકીય પરિણામોમાં એ બાબત પ્રતિબિંબિત થતી રહી છે. એટલે એનું પ્રારંભિક ભરણું રોકાણકારો માટે આકર્ષક લાગી રહ્યું છે.
આંકડાકીય રીતે જોઈએ તો નાણાકીય વરસ 2024માં કંપનીની આવક આશરે ₹7,000 કરો, કર પછીનો નફો આશરે ₹1,000 કરોડ અને છેલ્લાં ત્રણ વરસનો સંયોજિત વાર્ષિક વિકાસદર (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ કે સીએજીઆર) ~15% રહ્યો છે.
ક્લાઉડ એડોપ્શન અને એ આઈ આધારિત ઓટોમેશન પર વધતા ફોકસ સાથે હેક્સાવેર આઈટી ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિ માટે સારી સ્થિતિમાં જણાય છે. કાર્લાઇલ ગ્રુપે 2021માં હેક્સાવેરને $3 અબજ (આશરે ₹22,500 કરોડ)માં ખરીદી હતી. એ પછીનાં વરસોમાં કંપનીએ વૈશ્વિક સ્તાન વધુ સશક્ત કરતાં ડિજિટલ ક્ષમતાઓ વધારી છે અને કાર્યકારી ક્ષમતા પણ સુધારી છે. આઈપીઓ સાથે, કાર્લાઇલ તેના રોકાણમાંથી આંશિક રીતે બહાર નીકળવાનો ઇરાદો ધરાવે છે. એ પછી પણ એ હેક્સાવેરમાં નોંધપાત્ર હિસ્સેદારી જાળવી રાખશે.
કંપનીની સ્થાપિત પ્રતિષ્ઠા, એની લગાતાર વૃદ્ધિ અને જેનએઆઈ, ક્લાઉડ સોલ્યુશન્સ અને ઓટોમેશન જેવા ટેક્નોલોજીના વિકસતા ક્ષેત્રમાં એની ઉપસ્થિતિને કારણે હેક્સાવેરના આઈપીઓને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળશે એવી માર્કેટના નિષ્ણાતોની ધારણા છે.
ઉપરાંત, ભારતીય આઇટી ક્ષેત્રએ કોવિડ પછીના સમયમાં નોંધપાત્ર પુનરુત્થાન જોયું છે. વળી, આઈટીનાં ભરણાં સંસ્થાકીય અને નાના રોકાણકારો બેઉમાં આકર્ષણ બનાવે છે. લિસ્ટિંગમાં સકારાત્મક વલણ જોવા મળશે તો હેક્સાવેર ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી દેશની ટોચની આઈટી કંપનીઓની હરોળમાં સ્થાન મેળવી શકશે.