શનિવાર રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુઃખદ ઘટનામાં અત્યાર સુધીમાં 18 મુસાફરોનાં મૃત્યુના અહેવાલ છે. મૃતકોમાં 14 મહિલાઓ અને ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ ગોઝારી ઘટના શનિવારે રાતે લગભગ 9:55 વાગ્યે થઈ હતી. એ સમયે હજારો પ્રવાસીઓ પ્રયાગરાજમાં મહા કુંભમેળા પહોંચવાને ટ્રેનમાં જવા પ્લેટફોર્મ પર હતા.
આ અનિચ્છનીય ઘટના પાછળ જવાબદાર એક રેલવે જાહેરાત હોવાનું માનવામાં આવે છે. એમાં બે અલગ અલગ ટ્રેનના પ્રવાસીઓને પ્લેટફોર્મ બદલવાની કથિત સૂચના આપવામાં આવી હતી. એના લીધે પ્રવાસીઓમાં ગૂંચવણ અને ઉતાવળ ઊભી થઈ હતી. પ્રવાસીઓએ પ્લેટફોર્મ ક્રમાંક 14 અને 15 તરફ જવા ધસારો કરતાં સીડીઓ પર ભીડ સર્જાઈ હતી. એ દરમિયાન એક પ્રવાસીનો પગલશનિવાર રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુઃખદ ઘટનામાં અત્યાર સુધીમાં 18 મુસાફરોનાં મૃત્યુના અહેવાલ છે. મૃતકોમાં 14 મહિલાઓ અને ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. લપસી જતાં અનાયાસે ચોતરફ ગેરસમજણ અને એમાંથી દોડધામ સર્જાઈ હતી. એને કારણે છેવટે નાસભાગ મચી ગઈ અને આ ગોઝારી ઘટના થઈ. ઉત્તર રેલવેના મુખ્ય જાહેર સંપર્ક અધિકારી હિમાંશું શેખર ઉપાધ્યાયે આ સંદર્ભે જણાવ્યું હતું કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સમિતિએ તપાસ શરૂ કરી છે.

અહેવાલો અનુસાર નવી દિલ્હી રેલવે સ્ટેશને મહા કુંભમેળા માટે રવાના થતી ટ્રેનોની દર કલાકે 1,500 અનારક્ષિત સામાન્ય ટિકિટો વેચાઈ રહી છે. સ્ટેશનની ભીડ સંચાલિત કરવાની ક્ષમતા કરતાં આ ઘણી વધારે ટિકિટ છે. કહે છે કે બે ટ્રેનોના સમયમાં વિલંબ થવાથી પણ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. રેલવેના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ આ વિશે જણાવ્યું હતું કે ટ્રેનોના વિલંબ અને પ્રવાસીઓનો ભારે ધસારો આ દુર્ઘટના થવા પાછળનું મુખ્ય કારણ હતું.
નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને શહેરની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે દુર્ઘટનાનું કારણ શોધવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે તપાસની જાહેરાત કરી હતી.
આ પહેલાં જાન્યુઆરીમાં પણ મહા કુંભમેળા દરમિયાન નાસભાગની દુર્ઘટના પ્રયાગરાજમાં બની હતી. એમાં 30 લોકો મૃત્યુ પામ્યા હતા. ઘટનાઓના પુનરાવર્તનને લીધે લોકોમાં આવા પ્રસંગોએ ભીડ વ્યવસ્થાપન અને સલામતીની ચોકસાઈ વિશે પ્રશ્નો ઊઠ્યા છે.
આ દુર્ઘટના બાબતો રાજકીય નેતાઓ અને જનતાએ વધુ અસરકારક સલામતી પગલાં અને જવાબદારીની માગણી કરી છે. કોંગ્રેસે રેલવે પ્રધાનના રાજીનામાની માગણી કરી છે. કોંગ્રેસે પ્રવાસીઓની સલામતીના મામલે લાપરવાહીનો આરોપ પણ મૂક્યો છે. ઉદ્યોગપતિ અનંદ મહિન્દ્રાએ આવી દુર્ઘટનાઓને ખાળવા માટે ભીડ વ્યવસ્થાપનની વ્યવસ્થિત જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

મૃતકોની યાદી (ઉંમર કૌંસમાં):
– આહા દેવી (79)
– પિંકી દેવી (41)
– શીલા દેવી (50)
– વ્યોમ (25)
– પૂનમ દેવી (40)
– લલિતા દેવી (35)
– સુરુચિ (11)
– કૃષ્ણા દેવી (40)
– વિજય સાહ (15)
– નીરજ (12)
– શાંતિ દેવી (40)
– પૂજા કુમાર (8)
– સંગીતા મલિક (34)
– પૂનમ (34)
– મમતા ઝા (40)
– રિયા સિંહ (7)
– બેબી કુમારી (24)
– મનોજ (47)
પરિસ્થિતિ કેવી રીતે અંકુશ બહાર ગઈ: કેપીએસ મલ્હોત્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અકલ્પનીય ભીડ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની હતી. તેઓએ જણાવ્યું હતું કે દુર્ઘટના સમયે સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની ટ્રેનના પ્રવાસીઓ પ્લેટફોર્મ ક્રમાંક 12 અને 14 વચ્ચે હતા. દુર્ઘટના સમયે દર કલાકે લગભગ 1,500 અનારક્ષિત ટિકિટ્સ પણ વેચાઈ રહી હતી. એને લીધે ભીડનું વ્યવસ્થાપન અશક્ય હદે મુશ્કેલ બની ગયું હતું.
ઉપલબ્ધ માહિતી અનુસાર, દુર્ઘટના સમયે પ્રવાસીઓ પ્લેટફોર્મ 14 અને 15 તરફ જતી સીડીઓ પર લપસીને અને એકબીજા પર પડ્યા હતા. બીજા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રયાગરાજ એક્સપ્રેસ અને પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનના પ્રવાસીઓમાં ગૂંચવણ ફેલાઈ હતી. તેનાથી પ્લેટફોર્મ 12 અને 14 પર ભીડ દિશાહીન બની ગઈ હતી. એક ખાસ ટ્રેનની જાહેરાતે પણ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી હતી.
તપાસ ચાલુ છે: આ દુઃખદ દુર્ઘટનાનું કારણ જાણવા ઉચ્ચ સ્તરૂય સમિતિ રચવામાં આવી છે. સમિતિ દુર્ઘટના સમયના સ્ટેશનના તમામ સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરશે. સાથે, સમિતિ સાક્ષીઓની જુબાની લેશે અને ઘટનાનાં તમામ પાસાંની પણ તપાસ કરશે.
વધારાની માહિતી: પ્રયાગરાજ મહા કુંભ મેળા દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળે છે. દરરોજ દિલ્હી અને પ્રયાગરાજ વચ્ચે 350 થી 400 ટ્રેનો ચાલે છે. ભીડની ઘટનાના દિવસે દિલ્હીથી પ્રયાગરાજ માટે 339 ટ્રેનો રવાના થઈ હતી, જેમાં 1.4 મિલિયનથી વધુ પ્રવાસીઓ હતા.
લાલુ પ્રસાદ યાદવની ટીકા: દરમિયાન, રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે મહા કુંભને “ફાલતુ” ગણાવીને બિનજરૂરી અને અસમયોચિત વિવાદ ઊભો કર્યો હતો. તેઓએ રેલવેને ગિરદીના બરાબર સંચાલનની નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવી હતી. મીડિયા સાથે વાતચીતમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું, “કુંભનો ક્યાં કોઈ અર્થ છે? કુંભ ફાલતુ છે.”
નવી ગોઠવણઃ રેલવે ડેપ્યુટી પોલીસ કમિશનર કેપીએસ મલહોત્રાએ જણાવ્યું હતું કે ભીડના સંચાલન માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યાં છે. એ અંતર્ગત સ્પેશિયલ ટ્રેનો સહિત નિયમિત ટ્રેનોની સંખ્યા વધારવાનો વિચાર પણ પ્રસ્તાવિત છે. ભીડ નિયંત્રિત માટે અને હદ બહારની ગિરદી હોય ત્યારે વ્યસ્થાપન માટે પ્લેટફોર્મ્સ પર દોરડા લગાડીને હરોળ ઊભી કરવાની પણ ગોઠવણ કરવામાં આવી છે. મલહોત્રાએ ખાતરી આપી હતી કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
ઉત્તર રેલવેનું નિવેદન: ઉત્તર રેલવેના મુખ્ય જાહેર સંપર્ક અધિકારી શેખર ઉપાધ્યાયે ઇન્ડિયા ટુડેને ખપલાસો કરતાં જણાવ્યું હતું કે દુર્ઘટના સમે કોઈ ટ્રેન રદ થઈ નહોતી, જેમ કે પહેલાં અટકળો હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મહા કુંભમેળાના અગણિત ભક્તો પ્રયાગરાજ એક્સપ્રેસમાં ચડવા પ્લેટફોર્મ 14 પર હતા, એમાં જ સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી.
જાણીએ આ દુર્ઘટના વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ નેતાઓએ એક્સ પર કેવીક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. નોંધશો કે અહીં સંદેશાઓનું ભાષાંતર છે જે મહાનુભાવોની લાગણીનો શક્ય તેટલો યોગ્ય સાર દર્શાવે છે.

નરેન્દ્ર મોદી: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગથી હું વ્યથિત છું. જેઓએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તે બધા પ્રત્યે દિલસોજી વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થઈ જાય. દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને સહાય કરવા માટે અધિકારીઓ પ્રયત્નશીલ છે.
રાહુલ ગાંધીઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં અનેક લોકોનાં મૃત્યુ અને ઘણાના ઈજાગ્રસ્ત થવાના સમાચાર ખબર ખૂબ જ દુઃખદ અને વ્યથાપૂર્ણ છે. હું શોકસંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્ત લોકોના ઝડપી સાજા થવાની આશા રાખું છું. આ દુર્ઘટના ફરી રેલવેની નિષ્ફળતા અને સરકારની સંવેદનશીલતાની ખામીને ઉજાગર કરે છે. પ્રયાગરાજ જતા ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈને સ્ટેશન પર વધુ સારી વ્યવસ્થા કરવી જોઈતી હતી. સરકાર અને પ્રશાસને ખાતરી કરવી જોઈએ કે ખરાબ વ્યવસ્થાપન અને લાપરવાહીને કારણે કોઈ પણ વ્યક્તિનું જીવન ગુમાવવું ન પડે.

યોગી આદિત્યનાથઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ઘટનામાં જીવનની હાનિ ખૂબ જ દુઃખદ અને હૃદયવિદારક છે. હું શોકસંતપ્ત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. હું ભગવાન શ્રીરામજી પાસે પ્રાર્થના કરું છું કે મૃતક આત્માઓને મોક્ષ અને શોકસંતપ્ત પરિવારોને આ ભારે દુઃખ સહન કરવા માટે શક્તિ અને ઈજાગ્રસ્તઓને ઝડપી સાજા થવા માટે આશીર્વાદ આપે.
રાઘવ ચઢ્ઢાઃ નવી દિલ્હી રેલવે સ્ટેશને થયેલી દુઃખદ નાસભાગથી આપણે સૌ વ્યથિત છીએ. અનેક નિર્દોષે જીવન, જેમાં સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે, ગુમાવ્યાં છે. આ આપત્તિ ખરાબ વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણનાં પગલાઓની ખામીનું ઉદાહરણ છે.
11 ફેબ્રુઆરીએ, મેં સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, રેલવે સ્ટેશનો પર વધુ સારા વ્યવસ્થાપન પ્રોટોકોલની તાત્કાલિક જરૂરિયાત વિશે ચેતવણી આપી હતી, પરંતુ સરકારે તેને અવગણી હતી.
હું દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારો સાથે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ અને ભવિષ્યમાં આવી દુઃખદ દુર્ઘટનાઓ રોકવા માટે તાત્કાલિક સુધારા જરૂરી છે.
અરવિંદ કેજરીવાલઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ઘટનામાં મહાકુંભમાં જતા ભક્તોનાં દુઃખદ મૃત્યુ ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા બધા પરિવારો સાથે મારી સંવેદના છે.
શિખર ધવનઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુઃખદ નાસભાગથી ખૂબ જ દુઃખી છું. જીવન અમૂલ્ય છે અને એટલાં બધાં નિર્દોષ જીવન ગુમાવવાનું જોવું હૃદયવિદારક છે. મારી પ્રાર્થના તે પરિવારો સાથે છે જેઓએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે. 🙏
રેલવે મંત્રાલયઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. દિલ્હી પોલીસ અને આરપીએફ પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અચાનક થયેલી ભીડને નિયંત્રિત કરવા માટે વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
અશ્વિની વૈષ્ણવઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. દિલ્હી પોલીસ અને આરપીએફ પહોંચી ગયા છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અચાનક થયેલી ભીડને નિયંત્રિત કરવા માટે વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
જમાત-એ-ઇસ્લામી હિન્દ: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુઃખદ નાસભાગથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેમાં નિર્દોષ લોકોનાં મૃત્યુ અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમારી હૃદયસ્પર્શી સંવેદના મૃત્યુ પામેલા પરિવારો સાથે છે, અને અમે પ્રભાવિત થયેલા લોકોના ઝડપી સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ.
અમે અધિકારીઓને નાસભાગનું કારણ નક્કી કરવા, જવાબદારી ઠરાવવા અને ભીડ વ્યવસ્થાપનમાં થયેલી ખામીઓ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ સ્તરીય તટસ્થ તપાસ કરવા જણાવીએ છીએ. સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ અને આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ.
મોટી ગિરદી વખતે નાગરિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવી સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.
— પ્રો. સલીમ એન્જિનિયર, ઉપપ્રમુખ, જમાત-એ-ઇસ્લામી હિન્દ.


