બુધવારે સવારે મૌની અમાસના અમૃત સ્નાનમાં થયેલી નાસભાગમાં પ્રયાગરાજ કુંભમેળામાં અણધારી મુશ્કેલી સર્જાઈ હતી. એમાં દસ લોકોએ જીવ ગુમાવ્યો અને અનેક ઘાયલ થાય હતા. આ સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશામાં શોક વ્યક્ત ક્યો હતો. 

મોદીએ સંદેશમાં કહ્યું કે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે આ મુદ્દે વાત કરી છે. દુર્ઘટનામાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે એવું પણ તેમણે નોંધ્યું હતું. 

એમની હિન્દી પોસ્ટનો સાર કંઈક આવો છે, “પ્રયાગરાજ મહાકુંભની દુર્ઘટના અત્યંત દુઃખદ છે. દુર્ઘટનામાં જે શ્રદ્ધાળુઓએ એમના સ્વજનો ખોયા છે એમના પ્રતિ હું મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથે, તમામ ઘાયલોના ઝડપી સાજા થવાની કામના કરું છું. સ્થાનિક પ્રશાસન પીડિતોને હરસંભવ મદદ કરવામાં રત છે. આ સંદર્ભે મેં મુખ્ય પ્રધાન યોગીજી સાથે વાતચીત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.”

ઉપલબ્ધ છેલ્લી માહિતી અનુસાર નાસભાગમાં 14 જણનાં મૃત્યુ થયાને પુષ્ટિ મળી છે. બીજી તરફ રાજ્યના મુખ્ય પ્રધાન યોગીએ વહેલી સવારે એક નિવેદન કરીને શ્રદ્ધાળુઓને વિનંતી કરી હતી કે સંગમસ્થળે ચોક્કસ જગ્યાએ જ સ્નાન કરવાનો આગ્રહ રાખવાને બદલે વિવિધ જગ્યાએ, પોતાની સૌથી નજીકના ઘાટ પર સ્નાન કરે.

Leave A Reply

Exit mobile version