ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમ ક્રૂ-9 અંતરિક્ષમાંથી સકુશળ પાછી ફરી છે. આ અવકાશયાત્રીઓને પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમ જ મોદીએ ક્રૂ-9 અંતરિક્ષ યાત્રીઓની હિંમત, દૃઢ નિશ્ચય અને અવકાશ સંશોધનમાં યોગદાનની પ્રશંસા કરી છે.

આ અંગે એમણે X પર એક સંદેશમાં કહ્યું; “સ્વાગત છે, #Crew9! આ ધરતી તમને યાદ કરે છે.

તેમના ધૈર્ય, સાહસ અને અસીમ માનવીય ભાવનાની આ કસોટી રહી છે. સુનિતા વિલિયમ્સ અને #Crew9 અંતરિક્ષ યાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે ખરા અર્થમાં દ્રઢતાનો અર્થ શું થાય છે. વિશાળ અજ્ઞાતની સામે તેમનો અટલ નિશ્ચય લાખો લોકો માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

અવકાશ સંશોધન એ માનવ ક્ષમતાની મર્યાદાઓને આગળ ધપાવવા, સ્વપ્ન જોવાની હિંમત કરવા અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાના સાહસ રાખવા વિશે છે. સુનિતા વિલિયમ્સ, એક પથદર્શક અને આદર્શ, જેમણે પોતાની કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે. અમને તે બધા લોકો પર પણ ખૂબ જ ગર્વ છે, જેમણે તેઓને સુરક્ષિત ઘરવાપસીની આ સફર માટે અથાક મહેનત કરી છે.

Share.
Leave A Reply

Exit mobile version