કોમોડિટી વાયદાઓમાં રૂ. 9439.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 42555.48 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6605.67 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22627 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 51995.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 9439.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 42555.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22627 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 757.22 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6605.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96735ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97131 અને નીચામાં રૂ. 96735ના સ્તરને સ્પર્શી, રૂ. 96782ના આગલા બંધ સામે રૂ. 166 વધી રૂ. 96948 થયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 34 વધી રૂ. 78010ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 10 વધી રૂ. 9805ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 187 વધી રૂ. 96720ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97128ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97324 અને નીચામાં રૂ. 97032ના મથાળે અથડાઈ, રૂ. 97040ના આગલા બંધ સામે રૂ. 91 વધી રૂ. 97131 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 107285ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 107681 અને નીચામાં રૂ. 107000ના સ્તરને સ્પર્શી, રૂ. 107285ના આગલા બંધ સામે રૂ. 23 વધી રૂ. 107308 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 65 વધી રૂ. 108144ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 65 વધી રૂ. 108150ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1254.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ. 5714ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5735 અને નીચામાં રૂ. 5653ના મથાળે અથડાઈ, રૂ. 5724ના આગલા બંધ સામે રૂ. 44 ઘટી રૂ. 5680 થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ. 42 ઘટી રૂ. 5683ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ કોઈ ફેરફાર વગર રૂ. 292.5 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 20 પૈસા વધી રૂ. 292.8ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 919.9ના ભાવે ખૂલી, રૂ. 1.6 ઘટી રૂ. 919ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4350.92 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2254.75 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 383.43 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 870.97 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.49 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15067 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 46369 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16276 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 217789 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 20015 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17240 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37462 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 154176 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18167 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 30998 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22605 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22627 પોઇન્ટના સ્તર અને નીચામાં 22580 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 36 પોઇન્ટ વધી 22627 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 22.8 ઘટી રૂ. 148 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 40 પૈસા ઘટી રૂ. 16.95 થયો હતો.
સોનું જુલાઈ રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 10 વધી રૂ. 890 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 7.5 ઘટી રૂ. 1899 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 4.13 ઘટી રૂ. 8.81ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 87 પૈસા ઘટી રૂ. 5.36ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 20.75 ઘટી રૂ. 151.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા ઘટી રૂ. 12.9 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 25 વધી રૂ. 1277.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ. 108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 9 ઘટી રૂ. 2615ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 21.1 વધી રૂ. 167.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા ઘટી રૂ. 14.4ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 70.5 ઘટી રૂ. 929 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 50.5 ઘટી રૂ. 1600 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.36 વધી રૂ. 12.6 થયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 13 પૈસા ઘટી રૂ. 5.61 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 20.55 વધી રૂ. 168.2 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ. 14.4 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 67.5 ઘટી રૂ. 1374ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ. 105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 67 ઘટી રૂ. 1180 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


