ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ‘ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025’નો આઈઆઈટી ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યની છ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને આઠ કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ 14 ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. સાથે મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકાએ દ્વારા કર્યું છે.

પટેલે ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચયવિધિ કરી હતી અને સૌને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.