ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે એક મહત્ત્વપૂર્ણ જીત નોંધાઈ છે. ભાજપે રાજ્યની મિલ્કીપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત માત્ર મતગણતરીની વાત નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં ફૈઝાબાદ લોકસભા બેઠકમાં ભાજપે સમાજવાદી પક્ષના હાથે ખમવી પડેલીહારનો એ બદલો પણ છે.
હાલમાં જ યોજાએલી મિલ્કીપુરની પેટાચૂંટણીમાં ભાજપના ચંદ્રભાનુ પાસવાને સમાજવાદી પક્ષના અજિત પ્રસાદને 61,710 મતના વિશાળ ફરકથી હરાવ્યા છે.
- ચંદ્રભાનુ પાસવાન (ભાજપ) – 1,46,397 મત
- અજિત પ્રસાદ (સપા) – 84,687 મત
મિલ્કીપુરમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે, જે પાસવાન અને ભાજપ માટે પણ ઐતિહાસિક વાત છે. ભાજપ માટે મિલ્કીપુર કઠિન બેઠક રહી છે. આઠ વર્ષ પછી ભાજપે આ બેઠક ફરીથી જીતીને વિસ્તારમાં પોતાની શક્તિ પુનઃ પ્રસ્થાપિત કરી બતાવી છે.
- રાજકીય પુનરાગમન: 2024માં ફૈઝાબાદ લોકસભા બેઠક હાર્યા પછી ભાજપે જિલ્લાની વિધાનસભા ચૂંટણી જીતીને દમામદાર પુનરાગમન કર્યું છે.
- સપા માટે મોટો ઝટકો: આ હાર દર્શાવે છે કે સમાજવાદી પાર્ટીનો પ્રભાવ અહીં નબળો પડી રહ્યો છે.