By: Hiren Gandhi
દર વર્ષે સ્વિટ્ઝર્લૅન્ડના ડાવોસ શહેરમાં યોજાતું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) માત્ર એક સમ્મેલન નથી, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા, રાજનીતિ અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે મહત્વપૂર્ણ મંચ છે. અહીં કોઈ કાયદા કે કરારો નહી બને, પરંતુ થતી ચર્ચાઓ વૈશ્વિક બજારો અને રોકાણના નિર્ણયો પર સીધી અસર કરે છે.
વૈશ્વિક નેતાઓએ વ્યક્ત કરી ચિંતાઓ
Davos 2026માં સ્પષ્ટ સંદેશ આપ્યો ગયો કે વિશ્વ અસ્થિર છે અને સંવાદ અનિવાર્ય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં વધતી અસ્થિરતા અંગે ચિંતાઓ વ્યક્ત કરી અને મજબૂત નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે યુક્રેન–રશિયા યુદ્ધને સમાપ્ત કરવાનું આવશ્યક ગણાવ્યું અને રાષ્ટ્રીય હિતને વૈશ્વિક કરારો કરતાં પ્રાથમિકતા આપવાની પોતાની નીતિ ફરી દર્શાવી. ટ્રેડ અને સુરક્ષા મુદ્દે યુરોપ સાથે વધુ દબાણનો સંકેત પણ તેમણે આપ્યો.
યુરોપિયન કમિશનની પ્રમુખ, Ursula von der Leyenએ નવા ટ્રેડ પાર્ટનરશિપ્સ અને ગ્રીન એનર્જી અને ડિજિટલ અર્થવ્યવસ્થા પર ભાર મૂક્યો. તેઓએ સપ્લાય ચેઇન અને સુરક્ષા મુદ્દાઓને મુખ્ય પડકાર તરીકે ઓળખાવ્યો.
ફ્રાંસના રાષ્ટ્રપતિ એમાન્યુઅલ મૅક્રોનએ ચેતવણી આપી કે વિશ્વ નિયમો વિના આગળ વધી રહ્યું છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે મલ્ટિલેટરલ સિસ્ટમ બચાવવાની જરૂરિયાત અને યુદ્ધ તથા પ્રોટેક્શનિઝમને વૈશ્વિક અર્થવ્યવસ્થાના મુખ્ય શત્રુ ગણાવ્યો.
કેનેડાના નાણાંકીય નેતા માર્ક કાર્નીએ મધ્યમ શક્તિ ધરાવતા દેશો સાથે મળીને નવી વૈશ્વિક વ્યવસ્થા ઘડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. “ફાઇનાન્સ, ક્લાઈમેટ અને સ્ટેબિલિટી એકબીજાથી અલગ નથી,” તેમણે જણાવ્યું.
એલોન મસ્કે ખેંચ્યો બધાનો ધ્યાન
Davos 2026માં સૌથી વધુ ચર્ચિત ભાષણ એલોન મસ્કનું રહ્યું. મસ્કે એઆઈ (AI) પર ભાર મૂક્યો અને કહ્યું કે એઆઈ માનવ બુદ્ધિથી આગળ વધી શકે છે, જે નોકરીઓ, શિક્ષણ અને સમાજના માળખામાં પરિવર્તન લાવશે. તેમણે નિયમન જરૂરી હોવા છતાં નવીનતા અટકાવવી ન જોઈએ એવું જણાવ્યું.
રિન્યૂએબલ એનર્જી પર મસ્કે જણાવ્યું કે સોલર પાવર વિશ્વની મુખ્ય શક્તિ બની શકે છે, પરંતુ ટેરિફ્સ અને નીતિ અવરોધ વિકાસને ધીમો કરે છે. હ્યુમનોઇડ રોબોટ્સ અંગે મસ્કે કહ્યું કે આગળના સમયગાળામાં રોબોટ્સ રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભાગ બનશે, પરંતુ માનવ કૌશલ્ય અપગ્રેડ અનિવાર્ય છે.
મૂખ્ય વૈશ્વિક ચિંતાઓ
Davosમાં વૈશ્વિક યુદ્ધો, રાજકીય તણાવ, વધતી મહેસૂલી, ઊંચા વ્યાજ દર, ટ્રેડ વોર અને સપ્લાય ચેઇન જોખમો પર ગંભીર ચર્ચા થઈ.
ભારતને “સ્થિર અને વિશ્વસનીય અર્થવ્યવસ્થા” તરીકે જોવામાં આવ્યું. મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ઇન્ડિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વૈશ્વિક સ્તરે માન્યતા મળી. ભારત ધીમે ધીમે વૈશ્વિક સપ્લાય ચેઇન માટે મજબૂત વિકલ્પ બની રહ્યું છે.
Davos 2026એ સ્પષ્ટ કર્યું કે વિશ્વ અસ્થિર છે, પરંતુ સંવાદ, સહકાર, ટેકનોલોજી અને ગ્રીન એનર્જી વિના આગળ વધવું શક્ય નથી.

Secretary — InGlobal Business Foundation (IBF)
Director — ReNis Agro International LLP, Ahmedabad, India
Subscribe Deshwale on YouTube


