જમીન તરફના ભાગ પર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. થોડીક કાળજી રાખવામાં આવે તો આ ચબૂતરો ફરી તેની જૂની ગરિમા પ્રાપ્ત કરી શકે છે
આશરે દોઢસો વરસ જૂની આ પોળના ચબૂતરાનું સર્જન મામુ-નાયકની પોળની સાથે જ કરવામાં આવ્યું હશે તેવો અંદાજ છે. પોળમાં એક જમાનામાં પટેલો અને બ્રાહ્મણો બહુમતીમાં હતા. આજે પોળમાં મિશ્ર વસતિ છે.
પોળમાં આજે રહેણાંક ઘર અને વેપારની જગ્યાઓનું મિશ્રણ છે. ચબૂતરાની વાત કરી એ તો આજે પણ અહીં ચણ નાખવામાં આવે છે. ગુંજબવાળો ચબૂતરાનો ઉપલો ભાગ આગવું આકર્ષણ ધરાવે છે. નીચેના ભાગમાં થાંભલા ફરતે પીળા રંગની જાળીવાળો અંતરાય છે. વરસો પહેલાં ચબૂતરાની ભીંતોને રંગવામાં આવી હતી. જે રંગ આજે સાવ ઝંખવાઈ ગયો છે. ચબૂતરાનું મૂળ બાંધકામ પથ્થરનું છે. તેનો અંદરનો ભાગ તથા તેનું મૂળ કોતરકામ સારી સ્થિતિમાં નથી. તેના બે સૌથી આકર્ષક ભાગ એટલે ઉપરનો મુખ્ય ભાગ અને નીચે તરફ આવેલી લાકડાની ગોળાકાર બારીઓ.
જોનારના હૃદયમાં થોડી કલ્પનાશીલતા હોય તો એ વિચારી શકે કે બેઉને જો સુવ્યવસ્થિત કરવામાં આવે તો ચબૂતરો નાટ્યાત્મક રીતે નવો અવતાર ધારણ કરી શકે તેમ છે. શહેરી ધમધમાટ અને લટકતા કેબલ્સને લીધે અહીં આવતાં પક્ષીઓની સંખ્યા પણ ઘટી છે. ચબૂતરાના જમીન તરફના ભાગ પર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. થોડીક કાળજી રાખવામાં આવે તો આ ચબૂતરો ફરી તેની જૂની ગરિમા પ્રાપ્ત કરી શકે છે.
जब घर में धन और नाव में पानी आने लगे तो उसे दोनों हाथों से निकालें। ऐसा करने में बुद्धिमानी है। हमें धन की अधिकता सुखी नहीं बनाती।
– संत कबीर
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.
