જીવન કાચ સમું ને આ દુનિયા પથ્થર જેવી

– શર્મિલ

તમારો માહ્યલો જો કિલર ઇન્સ્ટિક્ટથી ફાટફાટ ન થતો હોય તો ચેતી જજો. ગળાકાપ સ્પર્ધાના યુગમાં દરેક માણસ હાથમાં હથિયાર લઈને ઊભો છે. હરીફને કચડી નાખવા. તમે કેટલા કાબેલ છો એ પછીની વાત છે, પહેલી જરૂરિયાત એ છે કે તમે આખી દુનિયાનો સામનો કરવા માનસિકતા ધરાવો છો કે નહીં. સ્પર્ધામાં પાછળ રહી જવું એટલું દુખદાયી નથી જેટલું કે છતી આવડતે પૂરતા પ્રયત્નો નહીં કરવા. અને હા, તમારી કાબેલિયત તમારે સતત વઘારતા રહેવાની છે. જીવન કાચ હોય તો એ કાચને તમારે સાદા, બ્રેકેબલ કાચમાંથી બુલેટપ્રુફ, અભેદ કાચ બનાવવા જીવ રેડી દેવાનો છે. નિશાન ચૂક માફ જેવી વાત છે આ. હારી જાવ, ગમ નથી પણ જો જીતવા માટે છેલ્લી પળ સુધી લડાઈ નહીં કરી તો ના ચાલે. તમારી જીતના શિલ્પી તમે જ થઈ શકો. પરિસ્થિતિ સામે ઘૂંટણિયાં ટેકવી દેનાર વ્યક્તિ માટે દુનિયારૂપી પથ્થર મરણતોલ ફટકો આપનારો થઈ જાય છે. સામે પક્ષે, પરિસ્થિતિથી વિચલિત નહીં થનાર વ્યક્તિ માટે ઘણીવાર નુકસાન કે પરાજય પણ નફા-વિજયથી વઘુ ફળદાયી બની જાય છે. સિકંદરની સામે તુમુલ યુદ્ધ લડનાર પુરુ રાજા માટે કિસ્મત છેલ્લી ઘડીએ પણ ખદલાઈ ગઈ હતી, યાદ છેને?

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version